Home » photogallery » dharm-bhakti » 6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

શનીવારનું રાશીફળ

  • 112

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    મેષ- આજે ચંદ્રમા તમારી રાશિના પાંચમા ભાવે રહેશે. આજે પરિસ્થિતિઓ તેવી બનશે કે તમારે કેટલીક સુખ સુવિધાઓ છોડવી પડશે. કેટલીક તનાવપૂર્ણ પરિસ્થિતિઓ પણ બનશે જેમાં ઊર્જા અને સમય પણ ખર્ચ થશે. આજે તમે શરીરથી નબળાઇ અનુભવશો. આજે બીજા લોકો પરિશ્રમથી પોતાનું કામ કરતા રહેશે પણ તમે આજે શાંતિથી બેઠા બેઠા તેમને જોતા રહેશો. આજે તમારી સ્થિતિ કોઇ ફિલ્મ જેવી હશે જેમાં મહેનત બીજાની હશે અને સમય અને પૈસા તમારા ખર્ચ થશે. ઘરમાં કોઇ મોટું કામ થતું હશે અને તમને તેમાં કોઇ પણ રસ નહીં હોય. આજે તમે તમારા મન પર નિયંત્રણ બનાવીને રાખજો.
    સંબંધ- આજે પ્રેમી અને જીવનસાથી સાથે તમારો વ્યવહાર થોડો વિનમ્ર રાખજો. તમારી માનસિક આક્રમકતા અને અહંકાર સંબંધોને પ્રભાવિત કરી શકે છે.
    પ્રોફેશન- આજે ખર્ચ વધારે રહેશે, નોકરીમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારાથી કોઇ ભૂલ થઇ શકે છે.
    સ્વાસ્થય- આજે તમારું સ્વાસ્થય ઠીક ઠાક રહેશે. આજે તમારી માતા કે સંતાનના સ્વાસ્થયની ચિંતા તમારે કરવી પડશે.
    કેરિયર- આજે ભણવા માટે સારો દિવસ છે. વિદ્યાર્થીઓને ભણવામાં મન લાગશે. પ્રતિયોગિતા કે પરીક્ષામાં સફળતા મળશે.

    MORE
    GALLERIES

  • 212

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    વૃષભ- આજે ચંદ્ર તમારી રાશિના ચોથા ભાવે છે. સાથે જ ઉદય થયેલો બુધ આજે બપોરે તમારી રાશિના છઠ્ઠા ભાવે આવશે. તેવી કેટલીક પરિસ્થિતિ ઊભી થશે જે તમારા નિયંત્રણની બહાર હશે. આજે તમારે માનસિક રીતે મક્કમ રહેવું પડશે. નિરાશ ના થતા, શાંતિ રાખજો. જો મહેનત કરતા રહેશો તો સફળતાપૂર્વક તમારું કામ પૂરું કરી લેશો. તેમાં થોડી મહેનત, સમય અને નાણાં પણ લગાવવા પડશે. મનમાં તમને આજે આધ્યાત્મિક વિચારો આવશે. કોઇ આધ્યાત્મિક ગતિવિધિમાં સામેલ થવાનો અવસર મળશે. આજે તમે સામાજિક રીતે ખૂબ સક્રિય રહેશો. ઓફિસમાં નવા લોકો સાથે જોડાશો. પરિવારમાં કોઇ વિવાદ ઊઠી શકે છે.
    સંબંધ- આજે પ્રેમી અને જીવનસાથી સાથે તમારો વ્યવ્હાર ઉખડેલો રહેશે. થોડા વધુ વિનમ્ર બનો. તેમની સાથે સારો સમય પસાર કરવાનો પ્રયાસ કરો. પ્રેમી તેમના લગ્નની વાત કરી શકે છે.
    પ્રોફેશન- આજે તમારો ખર્ચ વધશે. ઉધાર લેવો પડશે. નોકરીમાં આજે કામનું ભારણ વધુ રહેશે. ઘરે આવીને પણ ઓફિસનું કામ કરવું પડે તેવી સંભાવના છે.
    સ્વાસ્થય- આજે તમારા સ્વાસ્થયમાં થોડું ઉતાર ચઢાવ આવશે. પગ, ખભા અને માથાનો દુખાવો રહેશે. થાક અને ભાગદોડ અનુભવશો.
    કેરિયર- આજે વિદ્યાર્થીઓ મન લગાવી ભણશે. આજે ભારે મહેનત કરવી પડશે. તમને સફળતા પણ મળશે.

    MORE
    GALLERIES

  • 312

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    મિથુન- આજે તમારી રાશિનો સ્વામી બુધ પોતાની રાશિ બદલી રહ્યો છે. આજના દિવસ તમારા માટે ખુબ જ સકારાત્મક રહેશે. સહાસ અને આત્મવિશ્વાસ બનાવી રાખજો. વળી આજે સંજોગો પણ તેવા થશે કે તમારો આત્મવિશ્વાસ વધતો રહેશે. પણ જૂની યાદો તાજી થતા તમારો દિવસ બગડી શકે છે. આજે અતિતને ભૂલશો તો વધુ સારી રીતે પોતાનો દિવસ વ્યતિત કરી શકશો. મનમાં રોમાન્સ આજે તમારા પર હાવી રહેશે. આજે ઓફિસ બીજા લોકોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. તમે છતાં પોતાના કામથી કામ રાખો. અને રોમાન્સનો મૂડ હોવા છતાં કામ પર થાય તેટલું ફોકસ કરજો.

    MORE
    GALLERIES

  • 412

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    કર્ક- આજે આપની રાશિનાં સ્વામી ચંદ્રમા આપની રાશિનાં ધન ભાવમાં રહેશે. આજે આપ જેટલા પ્રસન્ન રહેશો, એટલાં સફળ થશો, અને ફરી સફળતાની સાથે સાથે પ્રસન્નતા મળશે. આજે આપને સૌથી વધુ પોતાની જાતનું ધ્યાન રાખવાનું છે, પોતાનાં હિત અને ભવિષ્ય વિશે વિચારવાનું છે. પોતાનાં વિશે નકારાત્મક ન વિચારો. પણ સ્વયંમાં સુધારો કરવા કે પોતાનો વિકાસ કરવાનો કોઇ અવસર ન ચુકો. જો આજે આપ કોઇ ઇન્ટરવ્યુંમાં જાઓ છો તો સૌથી પહેલાં તમારા પહેરવેશ પર ધ્યાન આપો. તેમાં રૂટિન કરતાં બદલાવ લાવો. આત્મવિશ્વાસમાં વધારો કરશો તો બધા કામ સરળ થશે. પરિવાર, મકાન અને પાડોસનાં મુદ્દા આપનાં સામે રહેશે. પણ આ મામલે ક્યારેય ઉતાવળો નિર્ણ ન લો. પોતાનાં વ્યક્તિગત જીવનમાં અચાનક કોઇ બદલાવ લાવવાનો પ્રયાસ ન કરો. આજે અચાનક કોઇની સાથે રોમેન્ટિક મુલાકાત થઇ શકે છે. કે તમે કોઇનાથી મંત્ર મુગ્ધ થઇ શકો છો.
    સંબંધ-આજે આપ આપનાં પ્રેમી કે જીવન સાથી સાથે સતત ઝઝુમ્યા કરશો. જોકે આપનો સાથી પણ આ સમયે આપનો સાથ આપશે. તમે તમારા પાર્ટનર ને સમજો. પોતાની વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખો.
    પ્રોફેશન- આજે પૈસા ખોવાઇ શકે છે. જો તેનાંથી આપ સમસ્યામાં પડી શકો છો. ખર્ચમાં વધારો થાય. નોકરીમાં આજે આપને પડકાર ભરેલી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે.
    સ્વાસ્થ્ય આજે આપનું પેટ ખરાબ થઇ શકે છે. માનસિક તાણ રહે. આંખોમાં દુખાવો થાય.
    કરિઅર- આજે વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. મહેનત વધુ કરવી પડશે. ઇન્ટરવ્યુ અને વાયવા સારો રહેશે.

    MORE
    GALLERIES

  • 512

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    સિંહ- આજે ચંદ્રમા આપી રાશિમાં રહેશે. બપોરમાં બુધની રાશિ પરિવર્તનથી આપને પરિવાર અને પૈસાનાં મામલે થોડી રાહત મળ્યાનો અહેસાસ થશે. પૈસા સાથે જોડાયેલી કોઇ અટકેલા મામલાનો ઉકેલ આવી શકે. આજનો દિવસ આપના માટે સામાન્ય રહેશે. આપનાં ધૈર્યનું પરિક્ષણ થશે. જ્યાં સુધી બની શકે, પ્રસન્ન અને સંતુષ્ટ રહેજો. આપની આકાંક્ષાઓ પર નિયંત્રણ રાખો. આપનાં દ્રષ્ટિકોણ સકારાત્મક બનાવી રાખો. આજે આપ આપનું મન અને મગજ કોઇપણ પરિસ્થિતિમાં સંપૂર્ણ ખુલ્લુ રાખો. કોઇ પૂર્વગ્રહ સાથે આગળ ન વધો. અને તે હેઠળ કોઇ નિર્ણય પણ ન લેતા. ગમતુ કામ કરવાની તક મળે. ખર્ચો વધુ થાય.
    સંબંધ- આજે આપનાં મનમાં આપનાં પ્રેમી કે જીવન સાથી માટે ગુસ્સો કે નારાજગી રહે. તેની અસર તમારા સંબંધમાં પણ જોવા મળે. તમારા વાણીઅને વ્યવહાર પર નિયંત્રણ રાખો.
    પ્રોફેશન- આજે આપ ભારે ખર્ચ કરી શકો છો. કોઇ મિત્રને ઉધાર પણ આપી શકો. પૈસા ખોવાઇ શકે અને તે બાદ આપનુ ખીસ્સુ પણ ખાલી થઇ જાય. નોકરીમાં આજે આપની સામે કામનો બોજો વધુ રહેશે. ઉતાવળા કોઇ ભૂલ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું
    સ્વાસ્થ્ય- આજે આપનું સ્વાસ્થ્ય કમજોર રહે. માથામાં અને આંખમાં દુખાવો રહે. થાક લાગે
    કરિઅર- આજે વિદ્યાર્થીઓ પર ભણવાનું દબાણ રહે. આપને ખુકબજ ઓછા સમયમાં ખુબ બધુ કામ પૂર્ણ કરવાનુ છે આ સ્થિતિ આવાનાર ઘણાં દિવસ સુધી રહેશે.

    MORE
    GALLERIES

  • 612

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    કન્યા- આપનો રાશિ સ્વામી બુધ આજે પોતાની રાશિ બદલીને આપની રાશિથી ધન ભાવમાં ચાલશે. ત્યાં શુક્ર અને ગુરૂ પહેલાં જ હાજર છે. ધન ભાવમાં ત્રણ ગ્રહોનું એકત્ર હોવાને કારણે આપે એકાદ-બે અઠવાડિયા મુશ્કેલી સહન કરવી પડશે. જોકે આપને એવી કોઇ નવી ટેકનિક કે વિદ્યા શીખવાનો મોકો મળશે. જેનાથી આપને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે. ચંદ્રમા આજે આપની રાશિનાં બારમા સ્થાનમાં છે. આજનાં દિવસે આપનાં માટે સારો નથી. આપને આપનાં પ્રયાસમાં મનવાંછિત ફળ નહી મળે. સફળતા મેળવવા માટે નહીં પોતાનું નિયમિત કામકાજ ઠીકથી કરવા માટે આજે આપે સામાન્યથી વધુ પ્રયાસ કરવા પડશે. ક્યારેક ક્યારેક હિંમત અને આશા તુટતી લાગશે. પણ આત્મવિશ્વાસ બનાવી રાખજો. તો સફળતા અવશ્ય મળશે.
    સંબંધ- આજે આપનાં પ્રેમી કે જીવન સાથીની સાથે વ્યવહારમાં આપ ખુબજ વ્યગ્ર, બેચેન અને પરેશાન રહેશો. આપ આ પરેશાનીને જેતાવતા પણ ચુકશો નહીં અને તેનાંથી નવી એક પરેશાની આવશે. આજે આપ આપનાં સાથી પ્રત્યે યથાસંભવ ઉદાર વ્યવહાર રાખશો. તો સારુ રહેશે.
    પ્રોફેશન- આજે આપને આપનાં ખર્ચાનું અવલોકન કરવામાં થોડી મુશ્કેલી રહેશે. નોકરીમાં આજે આપને ખુબ કામ રહેશે. ઓફીસનો માહોલ પણ સકારાત્મક હશે નહીં વાણી પર નિયંત્રણ રાખવું.
    સ્વાસ્થ્ય આજે આપનાં સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચઢાવ આવે. આખોમાં સમસ્યા રહે. પેટમાં દુખાવો પણ સતાવે.
    કરિઅર- આજે વિદ્યાર્થીઓને ભણવાનું દબાણ રહે. જેને કારણે ચિંતા અને તાણ પણ થાય. મહેનત વધુ કરવી પડે.​

    MORE
    GALLERIES

  • 712

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    તુલા - આજે ચંદ્રમા તમારી રાથીમાં લાભ ભાવમાં રહેશે. બપોર બાદ બુધ તમારી રાશીમાં આવી જશે. આજનો દિવસ શુભ સાબિત થશે. આજે ખુબ પ્રગતિ કરશો. આજે તમારામાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ રહેશે. મનમાં સ્વાર્થની ભાવના ઉત્પન્ન થવા ન દો. સંબંધ - આજે પ્રેમી તથા જીવનસાથી સારો પ્રેમભાવ રહેશે. દામ્પત્ય જીવન પ્રસન્નતાપૂર્ણ રહેશે. પરિવારમાં ખુશીનો અવસર આવશે. પ્રોફેશન - આજે તમને ધન લાભ થશે. પૈસા સીધા ખાતામાં આવી જશે. તમારી પ્રગતિ થશે. અધિકારી પ્રસંશા કરશે. સ્વાસ્થ્ય - આજે તમારી સ્વાસ્થ્ય દિવસભર સારૂ રહેશે. આજે પ્રસન્ન રહેશો. કરિયર - આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખુબ મન લાગશે. ઉચ્છ અભ્યાસમાં સારા સમાચાર મળી શકે છે. પ્લેસમેન્ટ પ્રયાસ સફળ થશે.

    MORE
    GALLERIES

  • 812

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    વૃશ્ચિક - આજે ચંદ્રમા તમારી રાશીમાં કર્મ ભાવમાં રહેશે, તેના પર તમારા રાશીસ્વામી મંગળની વક્ર દ્રષ્ટી રહેશે. આજે તમને પ્રયાસોમાં સારી સફળતા મળશે. આજે વિકાસ કરવો સરળ થઈ જશે. આજનો દિવસ તમે વ્યર્થ ના જવા દો. આજે તમે મોટામાં મોટો નિર્ણય લઈ શકો છો. નોકરીનો પ્રયત્ન કરી રહ્યા છો તો, મહત્વપૂર્ણ ઈન્ટરવ્યૂ થઈ શકે છે.
    સંબંધ - આજે પ્રેમી જીવન સાથી સાથે ઉમંગનો દિવસ પસાર થશે. આજે તમારો પ્રેમ પ્રસ્તાવ પણ સ્વીકાર થઈ શકે છે. પરંતુ ભાવનાત્મક થઈ પોતાની ગોપનીય વાત કોઈની સાથે શેર ના કરો.
    પ્રોફેશન - આજે તમને સરળતાથી સારુ ધન પ્રાપ્ત તશે. નવી નોકરી મળી શકે છે. ચાલુ નોકરીમાં સારી સફળતા મળશે.
    સ્વાસ્થ્ય - આજે તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. આજે તમારામાં ઉત્સાહ અને ઉર્જા રહેશે.
    કરિયર - આજે વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. અભ્યાસમાં મન લાગશે. આજે તમારી કામ સરળતાથી પૂર્ણ થશે. પ્લેસમેન્ટનો પ્રયાસ પણ સફળ થશે.

    MORE
    GALLERIES

  • 912

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    ધન - આજે ચંદ્રમા તમારી રાશીમાં ભાગ્યના ભાવમાં રહેશે. બુધ તમારી રાશીમાં લાભના ભાવમાં આવશે. આજે આત્મવિશ્વાસ થોડો ઓછો રહેશે. જે મનમાં કહો, તેના પર વિશ્વાસ કરો. આજે તમારે નવા લોકો સાથે મુલાકાત થઈ શકે. નોકરી-ધંધામાં સપળતા મેળવવા તમારી યોજના અને લક્ષ્યમાં થોડુ પરિવર્તન કરવું પડશે.
    સંબંધ - આજે પ્રેમી કે જીવનસાથી સાથે થોડી રકઝક થઈ શકે છે. રકઝકનું કારણ માત્ર દ્રષ્ટીકોણ હશે. વાણી પર નિયંત્રણ રાખવો.
    પ્રોફેશન - આજે તમને સિમિત ધન લાભ થશે. નવી નોકરીની વાત ચાલી શકે છે, અરજી કરી દો. સ્થનાંતર થઈ શકે છે.
    સ્વાસ્થ્ય - આજે તમારી સ્વાસ્થ્ય સારૂ રહેશે. મનમાં કોઈ ચિંતા રહેશે. યાત્રામાં સાવધાન રહો.
    કરિયર - ઉચ્ચ અભ્યાસનો પ્રયાસ સફળ થશે.

    MORE
    GALLERIES

  • 1012

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    મકર - આજે ચંદ્રમા તમારી રાશીમાં આઠમા ભાવમાં રહેશે. આજે તમારે કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સમસ્યા તમારા આત્મવિશ્વાસના કારણે રહેશે. આજે તમારા કાર્યક્ષેત્રમાં વ્યસ્ત રહેશો. તમને આજે ખુબ કામ સોંપવામાં આવી શકે છે. ઘરે લઈને પણ પતાવો. તેનું ખુબ સારી ફળ મળી છે. આજે તમને દૂરસ્થાનથી સારા સમાચાર મળી શકે છે.
    સંબંધ - આજે તમારા મનના તણાવની અસર સંબંધો પર ના આપો. પ્રસન્ન રહો. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે.
    પ્રોફેશન - આજે તમારી પૈસાની સ્થિતિ થોડી નબળી રહેશે. પૈસા ખોઈ શકો છો. ખર્ચ વધારે થશે. નોકરીમાં કામનો બોઝ વધારે રહેશે.
    સ્વાસ્થ્ય - સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ પરિવારની ચિંતા કરવી પડશે.
    કરિયર - આજે વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવા પર સામાન્ય સફળતા મળી શકે છે. તમે શિક્ષક પાસે મદદ લઈ શકો છો.

    MORE
    GALLERIES

  • 1112

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    કુંભ - આજે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે, જે તમને પ્રસન્નતા અને ઉત્સાહમાં રાખશે. આજે તમને ખુબ સફળતા મળશે. આજે તમારો આત્મવિશ્વાસ જબરદસ્ત રહેશે. ભાગ્યનો સાથ મળશે. આવકનો કોઈ નવો સ્ત્રોત મળશે.
    સંબંધ - અવિવાહિત પ્રેમ સંબંધમાં ઉતાર-ચઢાવ આવી શકે. જીવનસાથી સાથે આજે સંબંધ સારો રહેશે.
    પ્રેફેશન - આજે પૈસાની સ્થિતિ ખુબ સારી રહેશે. રોકાણ કરી શકો છો. ઓફિસમાં પણ દિવસ સારો રહેશે.
    સ્વાસ્થ્ય - આજે તમારી સ્વાસ્થ્ય સારૂ રહેશે.
    કરિયર - આજે વિદ્યાર્થીઓને યોગ્યતા મુજબ પુરસ્કાર કે પ્રશંસા મળી શકે છે. આજે કઠિન પ્રશ્નને પણ હલ કરી શકસો.

    MORE
    GALLERIES

  • 1212

    6-10-2018નું જાણો રાશિફળ: કઇ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

    મીન - આજે ચંદ્રમા તમારી રાશીમાં છઠ્ઠા ભાવમાં રહેશે. તમારી જુની બચત, પૈતૃક સંપત્તિ વગેરેથી ધન લાભ થશે. આજે પ્રયાસોનું સારૂ પરિણામ મલશે. આજે લક્ષ્યને પુરૂ કરી શકશો. તમારા કાર્યક્ષેત્રમાં તમને મહત્વપૂર્ણ કામ સોંપવામાં આવી શકે છે. તમારી મુખ્ય ચિંતા પૈસા અને સ્વાસ્થ્યને લઈ રહેશે.
    સંબંધ - આજે સામાજિક પ્રસંગોમાં જીવનસાથી સાથે જવાનું થાય, જેનાથી સંબંધમાં તાજગી આવી જશે.
    પ્રોફેશન - આજે તમારી પૈસાની સ્થિતિ સારી રહેશે. પૈસા કરતા તેના રોકાણની ચિંતા વધારે રહેશે. વેતનવૃદ્ધિ પણ થઈ શકે છે.
    સ્વાસ્થ્ય - આજે તમારી સ્વાસ્થ્ય સારૂ રહેશે, પરંતુ તમારા મનમાં પરેશાની રહેશે.
    કરિયર - આજે વિદ્યાર્થીને મહેનતનું સારૂ પરિણામ મળશે. તમારી સફળતાથી પ્રસન્ન થઈ કોઈ તમે ભેટ-સોગાદ પણ આપી શકે છે.

    MORE
    GALLERIES