Home » photogallery » dharm-bhakti » 18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

રાશીફળ

 • 112

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  મેષ- ચંદ્રમા આજે તમારી રાશિના કર્મ ભાવે રહેશે. તમારો દિવસ સારો જશે. આજે તમારે તમારું લક્ષ મેળવવા માટે મહેનત કરવી પડશે. આજે તમે કોઇક કામને લઇને ખૂબ જ ચિંતામાં રહી શકો છો. આ ચિંતામાંથી તમારો કોઇ મિત્ર કે પરિવારનો વ્યક્તિ તમને સરળતાથી મદદ કરીને બહાર નીકાળી શકે છે. તમને આજે વાત કરીને પણ મહત્વની જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. જેના કારણે તમને સફળતા મળે. નોકરી માટે કેટલાક સારા પ્રસ્તાવ આવી શકે છે. પણ આજે ઝડપથી કોઇ નિર્ણય લેવાની ઉતાવળ ના કરતા. કાર્યક્ષેત્રમાં અહંકાર અને પોતાને મોટો સાબિત કરવાનો પ્રયાસ નુક્શાનકારક સાબિત થઇ શકે છે. આજે નવા લોકોથી મિત્રતા કરવાનો મોકો મળશે.
  સંબંધ- આજે તમારા પ્રેમી કે જીવનસાથી સાથે તમને સુખી, સુરક્ષિત અને સંતુષ્ટ હોવાની ભાવના થશે. સાથે ફરવા પણ જઇ શકો છો. પણ તમારી વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખજો.
  પ્રોફેશન- આજે વેપાર કરનારને નાણાંકીય લાભ થશે. નોકરીયાતને સંધર્ષ કરવો પડશે પણ શાબાશી પણ મળશે. વેપારમાં નવો સોદો અને નોકરીમાં નવી નોકરીનો પ્રસ્તાવ આવવાની સંભાવના છે.
  સ્વાસ્થય- આજે તમારો દિવસ સ્વાસ્થયની દ્રષ્ટ્રિએ સારો રહેશે. તમે પ્રસન્ન રહેશો.
  કેરિયર- આજે વિદ્યાર્થીઓને ભારે મહેનત કરવી પડશે. તમારો આત્મવિશ્વાસ તમને હરિફાઇમાં સફળતા આપશે. પ્લેસમેન્ટ પ્રયાસોમાં પણ સફળતા મળશે.

  MORE
  GALLERIES

 • 212

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  વૃષભ- આજનો દિવસ સામાન્ય રહેશે. કોઇ મોટો ઉલટફેર થવાની આજે સંભાવના છે. આજે નાની મોટી સમસ્યા બની રહેશે. તમે તમારી નિયમિત સુવિધાઓથી વંચિત રહી શકો છો. આજે તમારું ધૈર્ય બનાવીને રાખવું પડશે. સકારાત્મક વિચારો. તમારા ઉદ્દેશને પ્રાપ્ત કરવા લક્ષની તરફ આગળ વધો. પ્રગતિ કરશો તો સફળ રહેશો. આજે તમારા ઓફિસ અને ઘર બનેનાં કામમાં તમે વ્યસ્ત રહેશો. તમે આ તમામ કામમાં અન્ય લોકોની મદદ લેશો તો તમને રાહત રહેશે. સ્વયંને પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરજો.
  સંબંધ- આજે પ્રેમી કે જીવનસાથી સાથે પ્રેમ વ્યક્ત કરવા માટે બહુ સારો દિવસ નથી. પ્રયાસ કરજો કે તમારા સંબંધ સહજ બનેલા રહે. પોતાના વ્યવહાર વિનમ્ર રાખજો. જ્યારે તમારા મનમાં પ્રેમ હશે ત્યારે પરિસ્થિતિ અનુકૂળ નહીં હોય તેવી સ્થિતિ બનશે. જેના કારણે તમે થોડા ચીડાયેલા રહેશો.
  પ્રોફેશન- આજે તમને મોટો ઘન લાભ થશે. ખર્ચ ઘટશે, નુક્શાન વધશે. પૈસાને લઇને થોડી ચિંતા રહેશે. નોકરીમાં આજે તમારે વધુ મહેનત કરવી પડશે.
  સ્વાસ્થય- આજે ભાગદોડ અને મહેનત વધુ કરવી પડશે. સ્વાસ્થય થોડુંક નબળું રહેશે. તમારી માતાના સ્વાસ્થયના કારણે તમારે ચિંતા કરવી પડશે.
  કેરિયર- આજે વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. ભણવામાં દબાવ વધશે. કઠિન પ્રશ્નોનો સામનો કરવો પડશે. એકાગ્રતા બનાવી રાખો.

  MORE
  GALLERIES

 • 312

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  મિથુન
  આજે ચંદ્રમા તમારી રાશિથી આઠમા સ્થાને છે. આજનો દિવસ તમારે ઘણો જ શાંતિ અને ધીરજથી વિતાવવો પડશે. આજે તમને તમારા પ્રયત્નોમાં સકારાત્મક પરિણામ મળી નહીં શકે. જો કોઇ કામ ન થાય તો દુખી ન થાવ અને સારા સમયની પ્રતિક્ષા કરો. જે પણ પરિસ્થિતિઓ છે તે તમારા વશની બહાર છે. આ પરિસ્થિતિ તમે બદલી નહીં શકો એટલે સમજદારીથી કામ લેવુ જોઇએ. જ્યા સુધી બને ત્યાં સુધી સહજ અને શાંત રહો. મનમાં સ્વાર્થનો અને થોડો લાભનો ભાવ હોય શકે છે. તમે આજે કોઇપણ કામ કરશો તેનો ભેદ ખુલી જ જશે એટલે કોઇપણ દુર્વ્યવહાર ન કરવો. કેટલીર સ્થિત તમને નિરાશ કરશે પરંતુ તમારા માટે નવા દરવાજાઓ પણ ખુલશે.
  સંબંધ- આજે તમારો પ્રેમી કે જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે. તમે પોતાની વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખજો. વિવાહ માટે ચાલી રહેલા પ્રયાસ આજે અટકી જશે.
  પ્રોફેશન- આજે તમને પૈસાનું નુકસાન થઇ શકે છે. ખર્ચ વધારે થશે. ઉધાર લેવુ પડે તેવી સ્થિતિ પણ આવે. ઓફિસનો માહોલ થોડો તણાવપૂર્ણ રહી શકે.
  સ્વાસ્થ્ય- બેચેની, માનસિક તણાવ, અસુરક્ષાની ભાવના, કોઇ વસ્તુ ખોવાનાની ભાવનાથી તમને ભય અને થાક લાગી શકે છે.
  કેરિયર- આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા થશે. મન ઓછુ લાગશે એટલે એકાગ્રતા રાખવી જરૂરી છે.

  MORE
  GALLERIES

 • 412

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  કર્ક - આજે તમે તમારા કાર્ય ક્ષેત્રમાં ખૂબ જ વ્યસ્ત રહેશો અને તમારી વ્યસ્તતા તમને ખૂબ ઉત્પાદક પરિણામો આપશે. તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ દિવસભરમાં રહેશે. પરંતુ રાહુ, સમય જતાં ચાલી રહ્યો છે, તે તમને મધ્યમાં કેટલીક ચિંતાઓ અને ડિપ્રેશન આપી શકે છે અને તે પણ શક્ય છે કે જ્યારે બધું સરળ હોય ત્યારે પણ તમે તે ડિપ્રેશનથી છુટકારો મેળવી શકતા નથી. આવી પરિસ્થિતિમાં, તમારુ મિત્રો સંગઠન તમારા માટે ખૂબ જ અસરકારક રહેશે. તમે તમારા મિત્રોની મદદથી પણ લાભ મેળવશો અને તમે પ્રગતિ કરવા માટે પણ સફળ થશો. કેટલાક મહત્વપૂર્ણ લોકોનો પ્રસ્તાવ અને નિકટતા રહેશે. કોઈપણ કામમાં ઉતાવળ ન કરો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછું બોલો.
  સંબંધ: આજે, તમારા પોતાના પ્રેમી અથવા જીવનસાથી સાથેનો તમારો સંબંધ ખૂબ સારો રહેશે. તેની સાથે સાથે ખૂબ જ આનંદપૂર્વ સમય હશે. પ્રેમ અથવા લગ્નની દરખાસ્ત પ્રાપ્ત થશે.
  વ્યવસાય- તમારી નાણાંની સ્થિતિ આજે ખૂબ જ સારી રહેશે. પૈસા પણ ખર્ચ કરી શકશો. આજે તમને નોકરીમાં સારી સફળતા મળશે.
  સ્વાસ્થ્ય - તમારું આરોગ્ય સામાન્ય રીતે આજે સારું રહેશે. તમારી પાસે ઘણી શક્તિ અને ઉત્સાહ હશે. પરંતુ ઉતાવળમાં કેટલીક ઇજા થઈ શકે છે. સાંજે થાકને કારણે માથાનો દુખાવો થઇ શકે છે.
  કારકિર્દી - આજે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી સફળતા મળશે. અભ્યાસમાં મન લાગશે. આજે તમે સખત મહેનત કરશો.

  MORE
  GALLERIES

 • 512

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  સિંહ: આજે તમારો દિવસ સંભાળીને પસાર કરવો પડશે. તમારા મનમાં જબરજસ્ત જોશ છે, તેનું કોઇ કારણ સ્પષ્ટ નથી. તમને તમારા પ્રયત્નોના ઇચ્છિત પરિણામો મળશે નહીં. જલદી જ તમે તમારા સ્વપ્નની દુનિયામાંથી પૃથ્વી પર આવશો, ત્યારે તમે અસલામતી અને ચિંતાઓની લાગણીથી ઘેરાયેલા રહેશો. મનમાં વિચિત્ર અસ્વસ્થતા હશે, અને કોઈ પણ કાર્ય હાથમાં લેવા માટે ભય અને સંકોચ થતો રહેશે. તમે પરિસ્થિતિઓને યોગ્ય રીતે સમજવામાં ભૂલ કરી શકો છો, તમારા જીવનમાં શું થઈ રહ્યું છે તે તમે સમજી શકશો નહીં. પ્રામાણિક રીતે તમારી સમસ્યાઓને સમજવા પ્રયત્ન કરો. પરંતુ કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે હિંમત જાળવી રાખો. સંબંધોના ક્ષેત્રમાં સુધાર રહેશે. આજે તમે ઘણા લોકોને મળી શકશો, દુશ્મનોથી સાવચેત રહો.
  સંબંધ: તમારા પોતાના પ્રેમી અથવા જીવનસાથી સાથે આજે કંઇક મૂંઝવણ હોઈ શકે છે. તમારા પ્રેમી અથવા જીવનસાથી પ્રત્યે વિનમ્ર રહો. તમારા વાણી અને વર્તનને નિયંત્રિત કરો.
  વ્યવસાય- તમને આજે પૈસાનો લાભ મર્યાદિત થશે. ખર્ચ વધારે હશે. આજની નોકરીમાં તમારે અવરોધોનો સામનો કરવો પડશે.
  આરોગ્ય - આજે તમારું આરોગ્ય થોડું નબળું હશે પગમાં પીડા હોઈ શકે છે. પેટ વધુ ખરાબ થઈ શકે છે. ત્યાં થાક આવશે.
  કારકિર્દી - આજે વિદ્યાર્થીઓએ એકાગ્રતા જાળવવી પડશે. અભ્યાસમાં મન ઓછું રહેશે, જ્યારે અભ્યાસનું દબાણ ઊંચુ રહેશે. આજે તમે તમારા સહકાર્યકરોથી છૂટા પડી શકો છો.​

  MORE
  GALLERIES

 • 612

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  કન્યા- અમાસનો ચંદ્ર આજે તમારી રાશિમાં રહેશે. આજનો દિવસ તમારા માટે સારા અને ખરાબ બંને પ્રકારના પરિણામ આપે છે. આજે તમને અમુક અવરોધોથી આશ્ચર્યજનક રીતે અચાનક મુક્તિ મળશે. તમે જાણો છો કે ઓફિસમાં જે તમારો સૌથી પ્રભાવી વિરોધી હતો, એક-બે દિવસમાં તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો અથવા તે પોતે જ નોકરી છોડશે. તમારી જીંદગીમાં આવી જ રીતે ચિડિયાપણું ઉત્પન્ન કરનાર, જો કોઈ અન્ય બાબત છે, તો તમે પણ મુક્ત થઈ શકો છો. પરંતુ તમને જે પણ માહિતી મળે, તેના પર તમે આનંદ અનુભવતા હોવા છતાં શાંતિથી રહો. તમારા તરફથી કોઈ ટિપ્પણી કરી પરિસ્થિતિઓમાં સ્વયં અને વધુ મુશ્કેલ ન બનાવો. કોઈપણ વિવાદથી તમે દૂર રહો. કામકાજના દબાણથી તમે થાકી પણ શકો છો. પરંતુ જો તમે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો છો, અને વધુ શાંત રહો, તો પરિસ્થિતિઓ તમારા માટે વધુ સારી રહેશે. આજે તમે કોઈ મોટો નિર્ણય ન લો.
  સંબંધ- આજે તમારી પોતાની પ્રેમી અથવા જીવનસાથી સાથે અકારણ અને તીખી ચર્ચા થાય છે. તમે એક બીજાની વાત સમજી શકશો નહિ, તમારા પોતાના વિશે વાત કરો. તમારા વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો.
  પ્રોફેશન- આજે તમે ખૂબ મહેનત કરવા પર સામાન્ય ધંધાનો લાભ મેળવશો. ખર્ચ વધુ હશે. પૈસા ગુમાવવાની શક્યતા પણ છે. નોકરી માં આજે કામ કરશે ભારે દબાણ. ઓફિસનો માહોલ થોડો તણાવપૂર્ણ રહેશે.
  આરોગ્ય- આજે તમારો સ્વાસ્થ્ય હળવો નબળો રહેશે. માનસિક તાણ રહેશે. અલ્સર હોઈ શકે છે. ભારે અનુભવ થશે.
  કારકિર્દી- આજે વિધ્યાર્થીઓનો અભ્યાસક્રમ, બાકીના કામ અને ભવિષ્યમાં લઈને થોડા ચિંતિત થશે. પરંતુ કોઈ વરિષ્ઠ અથવા શિક્ષક સાથે વાત કરવી ખૂબ જ સારી લાગશે. આજે તમે તમારી મહેનતને અનુરૂપ સફળ થશો.

  MORE
  GALLERIES

 • 712

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  તુલા- આજે ચંદ્ર તમારા રાશિથી બારમા ભાવમાં રહેશે. આજે તમે ખૂબ જ વ્યસ્ત છો. અનેક પ્રકારનાં ઘણા કામો આજે તમે કરી શકશો. પરંતુ તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ આજે દરેક પડકાર પર ભારે પડશે. જીવનના કોઈ ક્ષેત્રમાં આજે કોઈ નવી શરૂઆત થઈ શકે છે. આજે તમે મોટા નિર્ણયો લઈ શકો છો, જે તમારા ભવિષ્યની દિશા નક્કી કરશે. આજે વાતચીતમાં થોડી વધારાની સાવધાની રાખો. જો આજે આપના અની અધિકારીઓ સાથે વાતચીત થાય, તો તેમાં તમે ખૂબ આત્મનિર્ભર રહો. કોઈ અયોગ્ય વાત ન કહો. કોઈની ટીકા ન કરશો. પણ તમે તે અધિકારીઓની અકારણ ચાપલુસી પણ ન કરો. સાવચેતી અને સમજદારીથી કામ લેવું.
  સંબંધ- આજે તમારા પોતાના પ્રેમી અથવા જીવનસાથી સાથે સંબંધો ખૂબ જ સારા રહેશે. એક બીજાની લાગણીઓથી તમે સંવેદનશીલ રહો છો, અને તેનાથી પરસ્પર પ્રેમ વધે છે. પ્રેમી માટે આજે તમે ખૂબ પૈસા ખર્ચ કરશો.
  પ્રોફેશન- આજે તમને પૈસા મળશે. તમારા પૈસાની સ્થિતિ સંતોષકારક રહેશે. નોકરીમાં આજે સ્થિતિ સરળ છે, તમે વાતચીતમાં સાવચેત રહો.
  આરોગ્ય- આજે તમારું સ્વાસ્થ્ય ઠીક છે. તમે ખુશ રહો.
  કારિઅર- આજે વિદ્યાર્થીઓની અધ્યયનમાં ઘણો આનંદ થશે. તમે ખૂબ મહેનત કરશો અને તમને તે જ અનુરૂપ સફળતા મળશે. કોઈ નવો કોર્સ અથવા અધ્યાય શરૂ થશે.​

  MORE
  GALLERIES

 • 812

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  વૃશ્ચિક - આજે તમને પ્રયાસોમાં મનગમતી સફળતા મળશે, અને આ કારણે તમે દિવસભર પ્રસન્ન રહેશો. આજે તમને બૌદ્ધિક બળથી સફળતા મળશે. આજે તમને અનાયાસે, સંજોગોવશાત કોઈ અન્ય વ્યક્તિની ગોપનિય વાત ખબર પડી શકે છે. તેનું રહસ્ય તમે કોઈના સામે ઉજાગર ના કરો. મનમાં કોઈ મોટી યોજના ચાલતી રહેશે. કોઈની સાથે ચર્ચામાં ન પડો.
  સંબંધ - આજે તમારા પ્રેમી કે જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે.
  પ્રોફેશન - આજે તમને સારૂ ધન લાભ થશે. નોકરીમાં તમને સારી સફળતા મળશે. અધિકારી તમારાથી પ્રસન્ન રહેશે.
  સ્વાસ્થ્ય - આજે તમારી સ્વાસ્થ્ય દિવસભર સારૂ રહેશે.
  કરિયર - આજે વિદ્યાર્થીઓને પોતાની મહેનતથી ખુબ સંતોષ રહેશે. જેવી તમે તૈયારી કરી હશે, તેવા જ પ્રશ્ન સામે આવતા તમે પ્રસન્ન થશો.

  MORE
  GALLERIES

 • 912

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  ધન - આજે ચંદ્ર-મંગળ કેતુ તમારી રાશીમાં બીજા ભાવમાં છે. આજે તમારે કેટલીક તણાવપૂર્ણ સ્થિતિનો સામનો કરવો પડશે. તમે આજે ધાર્યથી કામ લો, દરેક વાત પર કોઈ જવાબ ન આપો અને કોઈ મોટો નિર્ણય ના લો. આજે તમારા તમામ કામ પૂણ થશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.
  સંબંધ - આજે પરિવાર સાથે પૈસા સાથે જોડાયેલા મામલે ખટાશ રહેશે. કોઈના કોઈ તકરાર ચાલુ રહેશે. આજે તમારી વાણી પર નિયંત્રણ રાખો.
  પ્રોફેશન - આજે તમારે ખર્ચ વધારે થશે. નોકરીમાં આજે કામનો બોઝ વધારે રહેશે.
  સ્વાસ્થ્ય - આજે તમારી સ્વાસ્થ્ય સારુ-નરસુ રહેશે. પરંતુ પરિવારમાં કોઈના સ્વાસ્થ્યની ચિંતા કરવી પડી શકે છે.
  કરિયર - આજે અભ્યાસના બોઝથી તણાવ મહેસુસ કરશો. આજે વધારે મહેનત કરવી પડશે.

  MORE
  GALLERIES

 • 1012

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  મકર - ચંદ્રમા આજે તમારી જ રાશીમાં રહેશે. કેટલાએ દિવસો બાદ આજે તમારો મૂડ સારો રહેશે. આજે તમને કોઈ પરેશાની કે કોઈ ફરિયાદ નહી રહે. આજે તમને કોઈ પાર્ટ ટાઈમ કામ પણ મળી શકે છે. આજે બીજા લોકો સાથે વાતચીત કરવામાં સાવધાની રાખો. ણ્યા લોકો સાથે વિવાદ પેદા થઈ શકે છે.
  સંબંધ - આજે તમારા પ્રેમી કે જીવનસાથી સાથે સારા બનેલા રહો. વધારે ભાવુક થશો તો સંબંધમાં મીઠાસ નહી રહે.
  પ્રોફેશન - આજે તમને કોઈ અન્ય ખર્ચ થઈ શકે છે. ઓફિસમાં માહોલ થોડો નિરાશાજનક રહેશે.
  સ્વાસ્થ્ય - આજે તમારી સ્વાસ્થ્ય થોડુ ઢીલુ રહેશે. તો પણ તમે પ્રસન્ન રહેશો. સાંજે થોડો થાક લાગશે.
  કરિયર - આજે વિદ્યાર્થિઓએ કઠિન પ્રશ્નોનોના કારમે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. આજે થોડી વધારે મહેનત કરવી પડશે.

  MORE
  GALLERIES

 • 1112

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  કુંભ - આજે તમારે વધારે ભાવુકતાને બદલે વ્યવહારિક દ્રષ્ટીકોણથી જોવાનું રાખવું પડશે. કેટલીક એવી પરિસ્થિતિ પેદા થશે, જેમાં ભાવુકતા થવાથી મુશ્કેલીઓ પેદા થઈ શકે છે. આજે તમામ જગ્યા પર ઈમાનદારી બનાવી રાખો. કોઈ પમ પ્રકારનો અનૈતિક વ્યવહાર સહન ન કરવો.
  સંબંધ - આજે પ્રેમી કે જીવનસાથીમાં દોષ જોતા રહેશો. તમારી ભાવના પર નિયંત્રણ રાખવું.
  પ્રોફેશન - આજે તમારે ખર્ચ વધારે થશે. જેના પર તમે નિયંત્રણ નહી કરી શકો. નોકરીમાં આજે સંભાળીને કામ કરવું.
  સ્વાસ્થ્ય - આજે તમારી સ્વાસ્થ્ય થોડુ નબળું રહેશે. કાન-નાક-ગળામાં એલર્જી થઈ શકે છે.
  કરિયર - આજે વિદ્યાર્થીઓએ અપેક્ષા કરતા વધારે મહેનત કરવી પડશે. અબ્યાસનું દબાણ વધારે રહેશે.

  MORE
  GALLERIES

 • 1212

  18 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

  મીન- આજનો દિવસ તમારા માટે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરાવશે. આજે તમે સપાનાની દુનિયા જ નહીં પરંતુ નિરાશાની ભાવનાઓની જાળમાંથી પણ બહાર નીકળવામાં સફળ રહેશો. આજે તમે સફળતાના નસામાં એટલા ડૂબેલા હશો કે તમને અન્ય વસ્તુઓમાં ધ્યાન જ નહીં રહે. મનમાં આખો દિવસ ચિંતન જ ચાલ્યા કરશે. નોકરી બદલવાનો વિચાર પણ મનમાં આવી શકે છે.
  સંબંધ- આજે તમારો પ્રેમી કે જીવનસાથી તમારી વાણી કે તમે ખરીદેલી ભેટ પર મુગ્ધ થઇ જશે. સાથે ઘણો સારો સમય વિતશે.
  પ્રોફેશન- આજે તમને સારો ધન લાભ થઇ શકે છે. નોકરીમાં આજે તમારૂં મન ઓછુ લાગશે પરંતુ તમને સારી સફલતા મળશે.
  સ્વાસ્થ્ય- આજે તમારૂ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. દિવસભર કામમાં જશે.
  કરિઅર- આજે વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. શિક્ષક તમારી પ્રસંશા કરશે.​

  MORE
  GALLERIES