ઘર્મભક્તિ ડેસ્ક: શનિવાર (Saturday)નાં દિવસે શનિદેવ (Shani Dev)ની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. શનિદેવની પૂા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. સાથે જ જે લોકો પર શનિની સાડા સાતી ચાલતી હોય છે તેમને પણ શનિનાં પ્રકોપથી રાહત મળે છે. કહેવાય છે કે, શનિદોષથી મુક્તિ મેળવવા માટે મૂળ નક્ષત્રયુક્ત શનિવારથી આરંભ કરી સાત શનિવાર સુધી શનિદેવની પૂજા કરવાની સાથે સાથે ઉપવાસ કરવો જોઇએ. પૂર્ણ નિયમાનુસાર પૂજા અને વ્રત કરવાથી શનિદેવની કૃપા રહે છે. તમામ દુખમાંથી મુક્તિ મળે છે. શનિદેવનાં ક્રોધથી બચવા માટે આ જરૂરી છે નહી તો મનુષ્ય પર ઘણાં દોષ લાગે છે. આ ઉપરાંત તેમની પૂજા કરતાં સમયે નીચે જણાવેલાંમાંથી કોઇપણ એક મંત્રનો જાપ કરવો.