આચાર્ય ચાણક્ય (Chanakya)એ ચાણક્ય નીતિ (Chanakya Niti) દ્વારા દરેક માણસના જીવન સાથે સુસંગત મહત્વના વિષયો તરફ ધ્યાન દોર્યુ છે. તેમાં મિત્ર-ભેદથા લઇને દુશ્મનને કઇ રીતે ઓળખવા તે અંગે પણ ખૂબ સારી રીતે જણાવવામાં આવ્યું છે. આ જ કારણે સદીઓ બાદ પણ ચાણક્ય (Acharya Chanakya) ના વિચારો અને સિદ્ધાંત પ્રાસંગિક છે. તેણે જણાવ્યું છે કે અમુક લોકો છે જે બીજાનું દુઃખ ક્યારેય નહીં સમજી શકે. તેમણે આગળ જણાવ્યું કે, આ લોકો રાજા (King), યમરાજ (Yamraj), અગ્નિ (Fire), ચોર (Thief), નાનું બાળક (Baby), ભિખારી (Beggar) અને કર વસૂલ (Tax Officer) કરનારા લોકો છે. રાજા ક્યારે તમારું દુઃખ નથી સમજી શકતો. હવે તો રાજાઓ નથી શાસન અને પ્રશાસન છે તો તે પણ ક્યારેય તમારું દુઃખ સમજશે નહીં. તેઓ હંમેશા નિયમ અને સત્ય જોઇને જ ન્યાય કરશે.
ચાણક્ય કહે છે કે યમરાજને પણ કોઇના દુઃખ સાથે કોઇ સંબંધ નથી. તેમનું કામ માત્ર લોકોનો જીવ લેવાનું છે અને તેઓ જીવ લઇને ચાલ્યા જાય છે. મરનારનો પરીવાર કેવી તકલીફમાં છે, કઇ સ્થિતિમાં છે તેની સાથે યમરાજને કોઇ મતલબ હોતો નથી. યમરાજ જો બધાની પીડાઓ સમજશે તો કોઇનું મૃત્યુ જ નહીં થાય. તેવી જ રીતે અગ્નિ સાથે પણ જરા સંભાળીને રહેવું જોઇએ. અગ્નિના ઉપયોગમાં જરા પર ચૂક તમારું સર્વ બાળીને ખાખ કરી શકે છે.
ચાણક્ય કહે છે કે એક બાળકને બીજાની તકલીફની સમજણ હોતી નથી કારણ કે તે નાનું હોય છે અને તેનામાં સમજણ શક્તિ હોતી નથી. તેથી તે બીજાના દુઃખો અને ભાવનાઓને સમજી શકતું નથી. ચાણક્ય નીતિ અનુસાર ચોરને પણ કોઇના દુઃખ સાથે કોઇ મતલબ હોતો નથી, કારણ કે તે માત્ર ચોરી કરવાના હેતુથી જ આવે છે પછી ભલે માણસ અમીર હોય કે ગરીબ. તેના ઘરમાં કેવી સ્થિતિઓ છે તેનાથી ચોરે કંઇ જ ફરક પડતો નથી.
જે રીતે બાળક અને ભિખારી તમારા દુઃખોને સમજી શકતા નથી, તે જ રીતે કર વસૂલ કરનાર પણ તમારા દુઃખોને કે મુશ્કેલીઓને સમજી શકતા નથી. તેમને માત્ર પોતાના કરથી મતલબ છે, જે તેને કોઇ પણ કિંમતે જોઇએ છે. આચાર્ય ચાણક્ય કહે છે કે, માણસો અને પ્રાણીઓમાં ખાવા, સુવા, ડરવા અને પરીભ્રમણ કરવાના સમાન ગુણો છે. પરંતુ પોતાના વિવેક અને જ્ઞાનના કારણે માણસો અન્ય પ્રાણીઓની સરખામણીમાં શ્રેષ્ઠ છે. જે મનુષ્યમાં જ્ઞાન નથી તે પશું છે
આચાર્ય ચાણક્ય એક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે, મદમસ્ત હાથી પોતાના માથેથી ટપકતો ઝાંકળનો રસ પીતા ભમરોને ઉડાવી દે છે, ત્યારે ભમરોને કંઈ થતું નથી. તેઓ ખુશીથી કમળથી ભરેલા તળાવ તરફ જાય છે. પરંતુ હાથીના માથાનો શૃંગાર જરૂર ઘટી જાય છે. વધુમાં આચાર્ય ચાણક્યની નીતિ કહે છે કે, હાથની શોભા ઘરેણાથી નહીં, પરંતુ દાન આપવાથી છે. ચંદનનો લેપ લગાવવાથી નહીં પરંતુ પાણીથી સ્નાન કરવાથી નિર્મળતા આવે છે. એક વ્યક્તિને ભોજન આપવાથી નહીં, સન્માન આપવાથી સંતુષ્ટી મળે છે. મુક્તિ પોતાને સજાવવાથી નહીં પરંતુ આધ્યાત્મિક જ્ઞાનને જગાવવાથી મળે છે.