આચાર્ય ચાણક્ય એવા કુટનીતિકાર અને રાજકારણી રહ્યા છે, જેમની નીતિઓને અનુસરીને ચંદ્રગુપ્ત, એક સામાન્ય બાળક અખંડ ભારતનો સમ્રાટ બન્યો. આચાર્ય ચાણક્યની નીતિઓનો સંગ્રહ 'ચાણક્ય નીતિ'માં જોવા મળે છે. જેમાં તેમણે પોતાના અનુભવ મુજબ એવી કેટલીક મહત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે દરેક ક્ષેત્રમાં માણસને ઉપયોગી છે. આચાર્ય ચાણક્યએ સ્ત્રી પુરુષના સબંધોને લઇને પણ પોતાના વિચાર મુક્યા છે. એમણે જણાવ્યું છે કે સ્ત્રીઓ કેવા પ્રકારની જીવનસાથી ઈચ્છે છે. આવી સ્થિતિમાં મહિલાઓ પોતાના લાઈફ પાર્ટનરમાં કેટલાક ખાસ ગુણો શોધે છે અને જો તેમને તે મળી જાય તો તેઓ આવા પુરુષો તરફ ખેંચાઈ જાય છે.
કોઈ બીજાને જેટલો આદર આપો છો, તેટલા તમે વધુ આદરને પાત્ર છો. આવી રીતે સન્માન આપવાથી મહિલાઓ પણ પુરૂષો તરફ આકર્ષાય છે. પુરુષો, ખાસ કરીને જો તેમનામાં સંબંધોમાં આદરની ભાવના ન હોય, તો તેઓ સંબંધો જાળવી રાખવામાં પણ નિષ્ફળ જાય છે. આવી સ્થિતિમાં જે પુરૂષો મહિલાઓ પર નજર રાખે છે તેઓ તેમના સંબંધ તૂટવા માટે પોતે જ જવાબદાર હોય છે.