Home » photogallery » dharm-bhakti » ચામુંડા માતાનું ત્રિશુલ પંદર દિવસ રહેતું ઉંચા કોટડા, જાણો શું છે કાળીયા ભીલનો ઇતિહાસ

ચામુંડા માતાનું ત્રિશુલ પંદર દિવસ રહેતું ઉંચા કોટડા, જાણો શું છે કાળીયા ભીલનો ઇતિહાસ

મહુવાનાં ઉંચા કોટડા નજીક ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. આ પૌરાણિક મંદિર છે.આ સાથે જ, બાજુમાં દરિયા કિનારો છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા પણ આવે છે.

  • Local18
  • |
  • | Bhavnagar, India
विज्ञापन

  • 18

    ચામુંડા માતાનું ત્રિશુલ પંદર દિવસ રહેતું ઉંચા કોટડા, જાણો શું છે કાળીયા ભીલનો ઇતિહાસ

    Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા નજીક ઉંચા કોટડા ગામ નજીક ટેકરી ઉપર ગઢ કોટડા તરીકે ઓળખાતુ ચામુંડા માતાનું ઐતિહાસિક મંદિર આવેલું છે. જેને ગઢ કોટડા પણ કહેવામાં આવે છે. મંદિર દરિયા કિનારાની ભેખડો પર આવેલું એક પૌરાણિક મંદિર છે.

    MORE
    GALLERIES

  • 28

    ચામુંડા માતાનું ત્રિશુલ પંદર દિવસ રહેતું ઉંચા કોટડા, જાણો શું છે કાળીયા ભીલનો ઇતિહાસ

    જણાવી દઈએ કે, માતાજીનું આ મંદિર ડુંગર પર આવેલું છે. આ સાથે, અહિંયા કાળિયા ભીલની કોઠી પણ આવેલી છે. વર્ષો પહેલા એવી માન્યતા હતી કે, ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજીનાં મંદિરે રહેતા હતા.

    MORE
    GALLERIES

  • 38

    ચામુંડા માતાનું ત્રિશુલ પંદર દિવસ રહેતું ઉંચા કોટડા, જાણો શું છે કાળીયા ભીલનો ઇતિહાસ

    એવી લોકવાયકા છે કે, કાળીયો ભીલ વહાણનો લૂંટારો હતો, જ્યારે પણ તે વહાણ લુંટવા જતો હતો, ત્યારે માતાજીની રજા લઈને જતો હતો. આજની તારીખમાં પણ કાળિયા ભીલની કોઠી આવેલી છે.

    MORE
    GALLERIES

  • 48

    ચામુંડા માતાનું ત્રિશુલ પંદર દિવસ રહેતું ઉંચા કોટડા, જાણો શું છે કાળીયા ભીલનો ઇતિહાસ

    ઉંચા કોટડા માતાજીની ચૈત્ર મહિનામાં ખૂબ જ મહત્વ આવેલું છે. આ મહિનામાં શક્તિ ઉપાસના કરવામાં આવે છે. ચૈત્રિ પુનમને દિવસે અહીંયા મેળો ભરાય છે. લાખો લોકો દર્શન કરવા આવે છે.

    MORE
    GALLERIES

  • 58

    ચામુંડા માતાનું ત્રિશુલ પંદર દિવસ રહેતું ઉંચા કોટડા, જાણો શું છે કાળીયા ભીલનો ઇતિહાસ

    ગોહિલવાડની ચારે દિશાએ માતાજી બેઠા છે, એટલે જ અત્યાર સુધીમાં કોઈ એવી મોટી આફત આવી નથી. ઉંચા કોટડા માતાજી ઉપર અનન્ય શ્રઘ્ધા અને ભાવ સાથે શ્રદ્ધાળુઓ બારેમાસ આવે છે.

    MORE
    GALLERIES

  • 68

    ચામુંડા માતાનું ત્રિશુલ પંદર દિવસ રહેતું ઉંચા કોટડા, જાણો શું છે કાળીયા ભીલનો ઇતિહાસ

    અહીં ચામુંડા માતાના મંદિર નજીક દરિયો પણ આવેલો છે. આ દરિયાનો રમણીય નજારો માણવા લોકો દૂર દૂરથી આવે છે. દરિયા કિનારે સુંદર પવનનો આનંદ માણે છે.

    MORE
    GALLERIES

  • 78

    ચામુંડા માતાનું ત્રિશુલ પંદર દિવસ રહેતું ઉંચા કોટડા, જાણો શું છે કાળીયા ભીલનો ઇતિહાસ

    અહીં દરિયા કિનારે ઘોડી ઉપર બેસી લોકો ફોટો શૂટ પણ કરાવે છે. અમુક લોકો દરિયા કિનારે બેસી નાસ્તો પણ કરે છે. શિયાળાની ઋતુમાં અહીં દૂર દૂરથી વિદ્યાર્થીઓના પ્રવાસ પણ આવે છે.

    MORE
    GALLERIES

  • 88

    ચામુંડા માતાનું ત્રિશુલ પંદર દિવસ રહેતું ઉંચા કોટડા, જાણો શું છે કાળીયા ભીલનો ઇતિહાસ

    ઉંચા કોટડા પહોંચવા માટે તળાજા થી એસટી બસની પણ સુવિધા છે. મહુવાથી કળસાર થઈને પણ ઊંચા કોટડા એસટી બસ મારફતે તથા પ્રાઇવેટ વાહન મારફતે આવી શકાય છે.

    MORE
    GALLERIES