હિંદુ ધર્મમાં વૃક્ષોને તેના ગુણો અને ધર્મને સારી રીતે ઓળખીને જ ધર્મ (Importance of Trees in Hindu Religion) સાથે જોડવામાં આવ્યા છે. આ જ કારણોસર નાળિયેરના ઝાડને ધર્મ (Coconut Tree Importance in Hindu Religion) સાથે જોડવામાં આવ્યું છે. ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં નારિયેળનું ઘણું મહત્વ છે. હિન્દુ ધર્મમાં નારિયેળને શુભ માનવામાં આવે છે, તેથી મંદિરમાં નારિયેળ વધેરવાનો કે ચઢાવવાનો રિવાજ છે.
નારિયેળનો ઉપયોગ દરેક પૂજાવિધિને સંપન્ન કરવામાં થાય છે. તેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેને શ્રીફળ કહેવાય છે. તો ચાલો જાણીએ જ્યોતિર્વિદ શૈલેંદ્ર પાંડેજી પાસેથી કે દેવીની પૂજામાં નારિયેળનું ધાર્મિક મહત્વ શું છે અને દેવીની પૂજા માટે નારિયેળ સંબંધિત ક્યા ઉપાયો (Coconut Remedies in Chaitra Navaratri) કરી શકાય છે.
આપને જણાવી દઇએ કે દેવીની પૂજામાં નારિયેળનો ખાસ ઉપયોગ (Uses of Coconut in Puja Vidhi) કરવામાં આવે છે. નવરાત્રિમાં નારિયેળનો પ્રયોગ પ્રતીકાત્મક બલી સ્વરૂપે કરવામાં આવે છે. નારિયેળનું પાણી, શેષ, કાચલીનો ઉપયોગ વિભિન્ન રીતે કરવામાં આવે છે. પૂજામાં ઉપયોગમાં લેવામાં આવનાર નારિયેળનો રંગ ભૂરો હોવો જોઇએ. તેના અંદર શેષ અને પાણી હોવા જોઇએ. નારિયેળને ઉપયોગમાં લેતા પહેલા તેની જટાઓ દૂર કરવામાં આવે છે. પરંતુ કળશ પર નારિયેળને જટા સાથે જ રાખવામાં આવે છે.
નવરાત્રિમાં નારિયેળનો ઉપયોગ આ રીતે કરો: નવરાત્રિ દરમિયાન નારિયેળના ઉપાય કરવા માટે એક નારિયેળ લો. તેની ચારે બાજુ રક્ષાસૂત્ર બાંધી લો અથવા તો તેને કળશના મુખ પર રાખી દો અથવા દેવીના ચરણોમાં અર્પણ કરી દો. નવરાત્રિ પૂર્ણ થયા બાદ નારિયેળને પ્રસાદ સ્વરૂપે ગ્રહળ કરો. નારિયેળનો પ્રસાદ ખાવાથી તમામ રોગ અને બીમારીઓ દૂર થઇ જશે.
ખરાબ સ્થિતિથી બચવા કરો આ ઉપાય: નવરાત્રિમાં કોઇ પણ રાત્રે એક નારિયેળ લો. તેને તમારા ખોળામાં રાખીને દેવીની સામે બેસો. ત્યાર બાદ એક ખાસ મંત્રનો 108 વખત જાપ કરો- शांतिकर्मणि सर्वत्र तथा दु:स्वन्पदर्शने। ग्रहपीडासु चोग्रासु महात्म्यम श्रृणुयान्मम।। ત્યાર બાદ દેવી સામે ગ્રહ શાંતિ માટે પ્રાર્થના કરો. બીજા દિવસે સવારે આ નારિયેળને પાણીમાં પધરાવી દો.
સંતાન પ્રાપ્તિ માટે ઉપાય: નવરાત્રિની કોઇ પણ રાત્રે પતિ-પત્ની એક સાથે દેવીને નારિયેળ અર્પિત કરી દે. નારિયેળ પર રક્ષાસૂત્ર બાંધી લો અને પીળી ચૂંદડીમાં રાખીને અર્પણ કરો. ત્યાર બાદ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરો. નવરાત્રિ દરમિયાન તેને દેવીની સામે જ રાખો. નવરાત્રિ પૂર્ણ થયા બાદ તેને પીળી ચુંદડીમાં બાધીને તમારા બેડરૂમમાં રાખો.