Chaitra Navratri 2023 : 22 માર્ચે ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે. હિંદુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું ખાસ મહત્વ છે. ચૈત્ર નવરાત્રીમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેવામાં ચૈત્ર નવરાત્રીના દિવસથી હિંદુ નવ વર્ષની પણ શરૂઆત થઇ ચુકી છે. તેવામાં હવે મહાઅષ્ટમીના દિવસે ગ્રહોનો મહાસંયોગ બનવા જઇ રહ્યો છે.
જણાવી દઇએ કે, આ વખતે મહાઅષ્ટમી 29 માર્ચે છે અને આ દિવસે 6 મોટા ગ્રહો ચાર રાશિઓમાં પ્રવેશ કરશે. જેનાથી મહાસંયોગ બનવા જઇ રહ્યો છે. તેવામાં ચાલો તમને જણાવીએ કે ચૈત્ર નવરાત્રીની અષ્ટમી તિથિ પર મહાસંયોગ વિશે, તેમજ કઇ રાશિઓ માટે મહા અષ્ટમીનો સંયોગ શુભ માનવામાં આવી રહ્યો છે. ગ્રહોનો આ શુભ સંયોગ 700 વર્ષ પછી બનશે.