ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં દીપ પ્રજવલ્લિત કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઇપણ શુભ કાર્ય અને પૂજા-વ્રત પહેલા દીપ પ્રજવલ્લિત કરવામાં આવે છે. ઘણા અવસરોએ લોકો અખંડ જ્યોતિ પણ પ્રજવલ્લિત (Akhand Deep Puja) કરે છે. 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. ઘણા ભક્તો નવરાત્રીમાં (Chaitra Navratri 2023) માતાની અખંડ જ્યોતિ પ્રગટાવે છે. જ્યોત ઓલવાય નહીં તે રીતે 9 દિવસ સુધી પ્રગટેલી રહે તેને અખંડ જ્યોતિ (Akhand Jyoti) કહેવામાં આવે છે.
ભક્ત નવરાત્રીના 9 દિવસ સુધી અખંડ જ્યોતિ પ્રગટાવેલી રાખે છે. નવરાત્રી (Chaitra Navratri 2023)ના પહેલા દિવસે કળશ સ્થાપના અને અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવનારને માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તોએ અખંડ જ્યોતિ (Akhand Jyoti Puja) પ્રગટાવતા પહેલા શાસ્ત્રોમાં જણાવેલા અખંડ જ્યોતિ પ્રગટાવવાના નિયમો વિશે જાણી લેવું જોઇએ. તો ચાલો અખંડ જ્યોતિ પ્રગાટવવાના નિયમ તથા મહત્વ (Akhand Jyoti Rules And Significance) વિશે જાણીએ.
અખંડ જ્યોતિનું મહત્વ (Akhand Jyoti Significance): માન્યતા છે કે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી માતાજી સ્વયં દીપમાં બિરાજમાન થાય છે. તેવામાં માનો આશિર્વાદ હંમેશા ઘર પરિવારના સભ્યો પર રહે છે. અખંડ જ્યોત ફક્ત દીપક નથી પરંતુ તે ભક્તિનો પ્રકાશ પણ હોય છે. તેવામાં 9 દિવસ સુધી અખંડ જ્યોતિ પ્રગટાવવાથી જીવનમાંથી અંધકાર દૂર થઇ જાય છે.
અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ઘર પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે અને મા દુર્ગાથી કૃપાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે. નવરાત્રીમાં મનોકામના પૂરી કરવા માટે ભક્તોને અંખડ જ્યોતિ પ્રગટાવવી જોઇએ. અખંડ જ્યોતિ પ્રગટાવવાથી તમામ પ્રકારના વાસ્તુ દોષ પણ દૂર થાય છે. વાસ્તુ દોષ દૂર થવાથી ભક્તોનો ભાગ્યોદય થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. અખંડ જ્યોતિ નિયમ (Akhand Jyoti Rules) જાણી લો.
મંત્ર જાપ સાથે પ્રગટાવો જ્યોતિ: નવરાત્રીમાં અખંડ જ્યોતિ પ્રગટાવતા પહેલા મા દુર્ગાની જ્યોતિ પ્રગટાવવાનો સંકલ્પ લેવો જોઇએ. માતાજીને આ કાર્ય પૂરુ કરવાના આશિર્વાદ માંગો. મા દુર્ગા, ભગવાન ગણેશ અને શિવજીની પૂજા આરાધના સાથે દીપક પ્રગટાવો. દીપક પ્રગટાવતી વખતે 'ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે' મંત્રનો જાપ જરૂર કરો.
શુદ્ધ ઘીની જ્યોતિ પ્રગટાવો: અખંડ જ્યોતિ પ્રગટાવવા માટે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો જોઇએ. જો કે તમારી પાસે દેશી ઘી ન હોય તો તમે કોઇ અન્ય ઘી અથવા તેલનો પણ ઉપયોગ કરી શકો છો. અખંડ જ્યોતિને માતાની જમણી બાજુએ મુકવી શુભ છે. જો કે તેલની જ્યોત માતાજીની ચોકીની ડાબી બાજુએ રાખવી જોઇએ. અખંડ જ્યોતિ માટે પીતળના દીવાનો ઉપયોગ કરો. પીતળનો દીવો ન હોય તો માટીનો દીવો પણ ઉપયોગમાં લઇ શકો છો.
અગ્નિ કોણમાં મુકો અખંડ જ્યોત: અખંડ જ્યોતિને અગ્નિ કોણ એટલે કે પૂર્વ અને દક્ષિણ દિશાના મધ્ય સ્થાન પર મુકવી જોઇએ. આ સ્થાનને અગ્નિદેવનું સ્થાન માનવામાં આવે છે. અખંડ જ્યોતમાંથી અન્ય દીવો પ્રગટાવવાની ભૂલ ન કરવી જોઇએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. પૂજા બાદ પણ અખંડ જ્યોત તમારે જાતે ઓલવવી ન જોઇએ. તેને આપોઆપ ઓલવાવા દેવી જોઇએ.