ધનતેરસનો (Dhanteras) પવિત્ર તહેવાર આ વખતે 13 નવેમ્બર (13 November) એટલે શુક્રવારનાં (Friday) રોજ છે. ધનતેરસનાં રોજ ભગવાન ધન્વંતરી, મા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા અર્ચના કરવામાં આવે છે. ધનતેરસથી જ દીપોનાં તહેવાર દિવાળીની (Diwali 2020) શરૂઆત થઇ જાય છે. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓને ખરીદવાની પરંપરા છે. પુરાણો પ્રમાણે, ભગવાન ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન અમૃત કલશની સાથે પ્રકટ થયા હતા. ધનતેરસનાં દિવસે પિત્તળ અને ચાંદીની ધાતુ ખરીદવાની પ્રાચીન પરંપરા છે. આ ઉપરાંત ધનતેરના દિવસે ઝાડુ કે સાવરણી () ખરીદવાનું પણ શુભ માનવામાં આવે છે. તો આજે જાણીએ ધનતેરસના દિવસે ઝાડુ કેમ ખરીદવામાં આવે છે.
ધનતેરસના દિવસે ઝાડુ એટલે કે સાવરણી ખરીદવાની પણ પ્રચલિત માન્યતા છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, જો ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવામાં આવે તો ઘરની ગરીબી દૂર થાય છે અને આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો બને છે. એવું પણ માનવામાં આવે છે કે, સાવરણી ખરીદીને તેની પર સફેદ રંગનો દોરો બાંધી દો, જેનાથી લક્ષ્મીજીનો આપના ઘરમાં વાસ રહેશે.