Budh Gochar July 2022: બુધ ગ્રહે 2 જુલાઇનાં મિથુન રાશિમાં ગોચર કરી લીધુ છે. ગ્રહનાં રાજા સૂર્ય પહેલાં જ મિથુન રાશિમાં હાજર છે. એવામાં મિથુન રાશિમાં બુધ-સૂર્યની યુતિ બુધાદિત્ય યોગ બની રહ્યો છે. સૂર્ય 15 જુલાઇ સુધી મિથુન (Sun Transit in Gemini) રાશિમાં રહેશે. ત્યાં સુધી બુધાદિત્ય યોગ તમામ રાશિઓ પર પ્રભાવી અસર પાડશે. જ્યોતિષમાં બુધાદિત્ય યોગને શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. આવો જાણીએ મિથુન રાશિમાં બનતા બુધાદિત્ય યોગ કોનાં માટે શુભ સાબિત થશે.