જ્યોતિશ શાસ્ત્રમાં ગ્રહોનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના રાશિ પરિવર્તનનો તમામ રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ પડે છે. કેટલીક રાશિઓને શુભ તો કેટલીક રાશિઓને અશુભ ફળની પ્રાપ્તિ થશે. 28 ડિસેમ્બરે બુધ અને 29 ડિસેમ્બરે શુક્રનું રાશિ પરિવર્તન થવા જઇ રહ્યું છે. બુધ અને શુક્રના રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે. ચાલો જાણીએ બુધ અને શુક્રના રાશિ પરિવર્તન કરવાથી કઇ રાશિઓના જાતકોને લાભ થશે અને કઇ રાશિઓએ સાવધાન રહેવુ પડશે. વાંચે મેષથી લઇને મીન રાશિનું રાશિફળ...
કર્ક રાશિ - માનસિક શાંતિ રહેશે. શૈક્ષણિક કાર્યોનું સુખદ પરિણામ મળશે. તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. વેપારમાં લાભની તકો મળશે. વાંચનમાં રસ પડશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. લાભની સ્થિતિમાં પણ સુધારો થશે. બાળકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચમાં વધારો થશે. માતા તરફથી ધન પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ - આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. નોકરીમાં બદલાવની સંભાવના છે. પ્રગતિ થઈ શકે છે. આવકમાં વધારો થશે. પરિવારથી દૂર રહેવું પડી શકે છે. કપડાં વગેરે તરફ રસ વધી શકે છે. મનમાં નકારાત્મક વિચારોની અસર રહેશે. કાર્યસ્થળની સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં ધાર્મિક કાર્યો થશે. નોકરીમાં અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે.
મકર રાશિ- માનસિક શાંતિ રહેશે. જીવનસાથીનો સાથે રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે. શાસક પ્રશાસન તરફથી મદદ મળશે. વધુ દોડધામ થશે. મિત્રોનો સહયોગ મળશે. વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે. વાતચીતમાં સંતુલિત રહો. ક્રોધની ક્ષણો અને સંતોષની ક્ષણો મનમાં રહેશે. પરિવારનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે.
મીન રાશિ - મન પ્રસન્ન રહેશે. આત્મસંયમ રાખો. ગુસ્સાથી બચો. વેપારમાં સુધાર માટે મિત્રનો સહયોગ મળી શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે. સંતાન સુખમાં વધારો થશે. કલા અને સંગીત તરફ વલણ વધશે. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધ રહો.