આગામી 25 એપ્રિલના રોજ બુધ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ (Budh Transit In Taurus) કરવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં બુધ ગ્રહને જ્ઞાન, સંચાર અને વ્યાપાર પાછળ જવાબદાર માનવામાં આવે છે. બુધ થકી જ વ્યક્તિને તેજ બુદ્ધિ મળે છે અને અસરકારક કોમ્યુનિકેશનનું કૌશલ્ય વિકસે છે. બુધ ગ્રહ બળવાન હોય ત્યારે વ્યક્તિને કરિયરમાં વિશેષ લાભ મળે છે. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી ગ્રહ છે. ત્યારે આગામી 25મીએ થનાર બુધના ગોચરથી કઈ 3 રાશિના જાતકોના ભાગ્ય ચમકી ઉઠશે તે આ અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
વૃષભ : બુધના ગોચરના કારણે વૃષભ રાશિના જાતકો માટે આર્થિક લાભની પ્રબળ સંભાવના રહેશે. આ સમય દરમિયાન તમે ધન એકઠું કરી શકશો. કંઈક નવું શીખવાનો પ્રયત્ન પણ કરશો. આ સમયગાળા દરમિયાન તમને પૂર્વજોની સંપત્તિ અથવા શેર વગેરેથી અણધાર્યા લાભ મળી શકે છે. તમારી કમ્યુનિકેશન સ્કિલ સારી રહેશે. યાત્રાઓથી પણ સારી કમાણી કરી શકશો. નવું ઘર બનાવવાનું વિચારી રહેલા લોકો માટે આ સમય ઘણો સારો સાબિત થવાનો છે. બુધની કૃપાથી આ રાશિના જાતકોનું માન-સન્માન વધશે. એટલું જ નહીં, આ સમય દરમિયાન તમને તમારા સંબંધોમાં પણ સંપૂર્ણ સફળતા મળવાની છે.
કર્ક : આ રાશિના જાતકોને મહેનતનું પૂર્ણ ફળ મળવાની પ્રબળ શક્યતા રહેશે. બિઝનેસમાં પણ સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન મળવાના પણ પ્રચંડ ચાન્સ છે. પગાર વધશે. કામના સ્થળે બોસનો ઘણો સહયોગ મળશે. લવ લાઈફ માટે પણ સમય અનુકૂળ છે. તમે કરેલા દરેક રોકાણથી તમને સારું વળતર મળશે. આ સમય દરમિયાન તમને ઘરમાં તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવવાની તક મળશે. તેમજ શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્તી અનુભવશો.
સિંહ: ગોચરના કારણે સિંહ રાશિના જાતકોને નોકરીમાં શાનદાર પ્રદર્શન બતાવવાની ઘણી તક મળશે. તમારા બોસ તમારા કામના વખાણ કરશે. પ્રમોશન મળવાના પણ પ્રબળ યોગ છે. સિંહ રાશિના જાતકોના જીવનમાં ધનનો પ્રવાહ ધમધમતો રહી શકે છે. આ સમયનો ભરપૂર લાભ લેવો જોઈએ. તમારા અંગત જીવનમાં તમારું મન સકારાત્મક વિચારોથી ભરેલું રહેશે. તમારા પરિવારમાં શાંતિ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે. પરંતુ, તમારા સ્વાસ્થ્ય વિશે બેદરકાર રહેશો નહીં.