કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રા જણાવે છે કે મીન રાશિમાં બુધનું ગોચર 5 રાશિઓ એટલે કે વૃષભ, કર્ક, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો માટે લાભકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોની સંપત્તિ, રોકાણ, વેપાર અને કીર્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ બુધના ગોચરની 5 રાશિઓ પર શું અસર થશે.
વૃશ્ચિક રાશિ: બુધનું ગોચર બિઝનેસ સાથે સંકળાયેલા જાતકો માટે શુભ પરિણામ આપી શકે છે. તમારા બિઝનેસને આગળ વધારવા માટે તમને મોટું રોકાણ મળી શકે છે અથવા તમને પાર્ટનરશિપનો પ્રસ્તાવ મળી શકે છે. આ તમારા માટે સારું સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન શેરબજારમાં રોકાણ કરવાનું ટાળો. તમે કોઈને લવ માટે પ્રપોઝ કરી શકો છો.