

અયોધ્યાઃ રામનગરી અયોધ્યા (Ayodhya)ના સરયૂ તટ સ્થિત લક્ષ્મણ કિલ્લા પરિસરમાં ફિલ્મી સિતારાઓએ ભવ્ય રામલીલા (Ramleela)નો શુભારંભ કરાવ્યો. 25 ઓક્ટોબર સુધી ચાલનારી આ રામલીલાના પહેલા દિવસે ફિલ્મી સિતારાઓએ શિવ-પાર્વતી સંવાદ સહિત અનેક પ્રસંગોનું મંચન કર્યું. પહેલા દિવસે શિવ અને પાર્વતીની વચ્ચે કૈલાશ પર્વત પર થઈ રહેલા સંવાદ અને નારદ મુનિ સમાધી ભંગ સંવાદ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા. આ ઉપરાંત પહેલા દિવસે શિવ અને પાર્વતીના સંવાદની સાથે જ રામકથાની ભૂમિકાનો પાયો પણ નંખાયો. (Photo Source: News18)


મા પાર્વતીના અનુરોધ પર ભગવાન શિવે રામજન્મ કથાને સંભાળવતાં કહ્યું કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે અને આસુરી શક્તિઓનો ઘમંડ અને પ્રકોપ વધશે ત્યારે ત્યારે કૃપાધારી શ્રી હરિ અલગ અલગ રૂપોમાં અવતરિત થઈને સજ્જન લોકોની પીડાનું હરણ કરે છે. (Photo Source: News18)


આ દૃશ્ય બાદ નારદ મુનિ પ્રકટ થાય છે. જાણીતા હાસ્ય કલાકકા અસરાની નારદની ભૂમિકામાં જોવા મળ્યા. અસરાનીએ પોતાના અભિયનથી તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. (Photo Source: News18)