આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) મનાવવામાં આવી રહ્યો છે. આપણા દેશમાં પ્રાચીનકાળથી જ મહિલાઓને નારી શક્તિ રૂપે પૂજવામાં આવે છે. સ્ત્રીને સફળતા (Success)નું બીજું નામ માનવામાં આવે છે. પ્રકૃતિએ સ્ત્રીનું સર્જન કંઇક એવું કર્યુ છે કે, તે પુરૂષ સમોવડી દરેક ક્ષેત્રમાં ખભે ખભો મિલાવીને ચાલી શકે છે અને સફળતા મેળવી શકે છે. જ્યાતિષ (Astrology)માં ધન, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય આપનારા જે ગ્રહ છે તે પણ સ્ત્રી જાતિના જ છે. રાશિઓ પરથી દરેક માણસમાં અમુક ગુણો હોય છ. તે જ રીતે અમુખ ખાસ રાશિઓવાળી મહિલાઓમાં સફળતા મેળવવાની શક્તિ હોય છે.