ધર્મ ભક્તિ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્ર એક જ્ઞાન છે તેનાં પરથી વ્યક્તિનો સ્વભાવ તેનાં દોષ સહેલાઇથી જાણી શકાય છે. કોઇ વ્યક્તિની રાશિ પરથી જ તમે જાણી શકો છો કે તેનો સ્વભાવ કેવો હશે. ઉપરાંત તે કેવા સંજોગોમાં કેવું વર્તન કરશે? જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી રાશિઓ અંગે જણાવવામાં આવ્યું છે, જેમના સંબંધિત લોકો પોતાના પાર્ટનર પર બિલકુલ વિશ્વાસ નથી કરતા. તેઓ પોતાના પાર્ટનરની દરેક ગતિવિધિ પર શંકાની નજર રાખે છે. આવો જાણીએ તે રાશિઓ વિશે.
મેષઃ આ રાશિના લોકો ખૂબ જ શંકાશીલ હોય છે. તેઓ ક્યારેય તેમનાં પાર્ટનરની વાત પર વિશ્વાસ નથી કરતાં. તેમાં પણ ખાસ કરીને આ રાશીની મહિલાઓમાં આ ખામી હોય છે. શંકાસ્પદ વલણ તેમના સ્વભાવનો એક ભાગ હોય છે. આ રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. જેના કારણે તેઓ જુઠ્ઠું બિલકુલ સહન નથી કરતા. જો એવી પરિસ્થિતિ તેમની સાથે આવે છે જેમાં તેમનો પાર્ટનર ખોટુ બોલતો હોય તેમ તેમને લાગે છે તો તેમનું પોતાનું મગજ ચલાવવા લાગે છે અને આવી સ્થિતિમાં તેઓ તેમના જીવનસાથીની ગતિવિધિઓ પર ક્યાંક નજર રાખવા લાગે છે.