જ્યોતિષ શાસ્ત્રમાં નામના પહેલા અક્ષરના (Name Astrology) આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે અને મહ્દંશે તે યોગ્ય પણ હોય છે. કહેવાય છે કે વ્યક્તિના નામ (Name) પરથી તમે તેના વ્યક્તિત્વ અને ભવિષ્ય (Future) વિશે જાણી શકો છો. આજે અમે તમને એવા અક્ષરો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે નામના છોકરાઓ પોતાની પત્નીને ખૂબ પ્રેમ (These Name Boys Love Their Wife so Much) કરે છે અને તેની લાઇફ પાર્ટનરનો ખાસ ખ્યાલ પણ રાખે છે. તેઓ બેસ્ટ પતિ સાબિત થાય છે. જાણો આ નામના છોકરાઓ વિશે રસપ્રદ વાતો.
S અક્ષર- જે છોકરાઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તેઓ પોતાની પત્નીઓને ખૂબ જ પ્રેમ કરે છે. તે પોતાની પત્નીનો અભિપ્રાય લીધા વિના જીવનના કોઇ પણ જરૂરી નિર્ણયો લેતા નથી. તેઓ પોતાની હમસફરની ખૂબ સંભાળ રાખો છો. તેઓ કશું પણ કહ્યા વગર બધુ જ સમજી જાય છે. જીવનમાં ગમે તેવા સંજોગો આવે પણ તે હંમેશા પોતાની પત્નીની સાથે જ ઊભો રહે છે.
B અક્ષર- આ અક્ષરવાળા છોકરાઓ શ્રેષ્ઠ પતિ સાબિત થાય છે. તેઓ પ્રામાણિકતાથી આ સંબંધ નિભાવે છે. તેમની એક ખાસ વાત એ છે કે તેઓ ખોટું બોલતા નથી કે જૂઠું પસંદ કરતા નથી. તે પોતાની પત્નીને પાંપણો પર બેસાડી રાખે છે. તે ક્યારેય તેની પત્નીને છેતરતો નથી. જો કે, તેઓ ભાગ્યે જ તેમની પત્નીઓ પાસેથી અભિપ્રાય લે છે.