Gupt Dhan Yog: માર્ચ (March) મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિનો અમુક રાશિના જાતકો માટે આર્થિક (Finance Astrology) રીતે ખૂબ લાભ દાયક સાબિત થનાર છે. જ્યોતિષીઓના મતે, આ મહિને મિથુન, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને ગુપ્ત ધન (Money) પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. જોકે કેટલીક રાશિઓ (Zodiac Signs) માટે સમય મુશ્કેલ પણ રહી શકે છે. તો ચાલો જાણીએ આર્થિક બાબતે કઇ રીતે માર્ચ મહીનો રાશિઓ પર પ્રભાવ પાડશે.
મેષ - આર્થિક મોરચે, મહિનાની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે. ધંધામાં નફો થશે અને પરિણામે બચત પણ થઈ શકે છે. નવી જગ્યાએ રોકાણ કરવાથી ફાયદો થશે. નોકરી કરનારા લોકો માટે પણ આવકનો નવો સ્ત્રોત ખુલી શકે છે. જો કે આ સમય દરમિયાન શનિના દ્વાદશ પર નજર રહેશે અને મહિનાના ઉત્તરાર્ધમાં ગુરુના બારમા ભાવમાં જવાથી તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે.