વ્યક્તિનું નામ તેના જીવન (Life) સાથે સંકળાઈ જાય છે. જેથી ઘણા પરિવારો પોતાના સંતાનનું નામ ખૂબ જ સમજી વિચારીને પાડે છે. બાળકના જન્મ બાદ તેનું કઈ નામ કઈ રાશિના (Zodiac sign) અક્ષર પરથી રાખવું તેને પણ ધ્યાનમાં લેવાય છે. વ્યક્તિના નામ પાછળ ઘણા અર્થો છુપાયેલ હોય છે. મોટાભાગના લોકો જન્મની રાશિ અનુસાર બાળકનું નામ રાખે છે.
<br />જ્યોતિષીઓ (Astrologers)ના મતે જો આપણે કોઈ વ્યક્તિના નામનો પહેલો અક્ષર જાણીએ તો આપણે તેના જીવન વિશે પણ જાણી શકીએ છીએ. તેના પરથી વ્યક્તિનો કેવો સ્વભાવ છે, તેની પસંદ અને નાપસંદ તેમજ તેના કામ વિશે પણ અનુમાન લગાવી શકો છો. તેમજ અંગ્રેજી મૂળાક્ષરના અમુક અક્ષરો પરથી વ્યક્તિનું નામ શરૂ થાય તો ખૂબ નસીબદાર હોય છે. આજે અહીં તેવા જ અક્ષરોની વાત કરવામાં આવી છે.
A અક્ષરથી નામ શરૂ થતું હોય તેવા લોકો- A અક્ષરથી નામ શરૂ થતું હોય તે વ્યક્તિને ખૂબ મહેનતુ અને ધીરજવાન માનવામાં આવે છે. આવા લોકો પાસે ખૂબ સારું નસીબ હોય છે. આ લોકો સ્પષ્ટ રીતે બોલવાનું પસંદ કરે છે. તેમના જીવનમાં પ્રોફેશનલ લાઈફ અંગે ઘણી ગંભીરતા હોય છે. તેઓ જ્યાં નોકરી કે કામ કરે ત્યાં તેમના કામની ખૂબ પ્રશંસા થાય છે. તેઓની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ હોય છે.
T અક્ષરથી નામ શરૂ થતું હોય તેવા લોકો- આ અક્ષરથી નામ શરૂ થતું હોય તેવા લોકો સ્વભાવમાં ખૂબ જ જિદ્દી માનવામાં આવે છે. આવા લોકો કોઈ કામ કરવાનું ધારી લે તો તેઓ સફળ ન થાય ત્યાં સુધી તેમાં મંડ્યા રહે છે. તેઓ ખૂબ સમજી વિચારીને કંઈ પણ કરે છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. લોકો ઝડપથી આ વ્યક્તિઓ તરફ આકર્ષિત થાય છે
P અક્ષરથી નામ શરૂ થતું હોય તેવા લોકો- આ અક્ષરથી નામ શરૂ થતું હોય તેવા લોકોને ખૂબ બુદ્ધિશાળી અને હોશિયાર માનવામાં આવે છે. તેઓ કોઈ પણ કામ ચાલાકીથી કરે છે. તેઓ બધી વસ્તુઓ જીતવા માંગે છે. તેમની જીતવાની ઇચ્છા જ તેમને જીવનમાં સફળ બનાવે છે. તેઓ જ્યાં પણ કામ કરે છે, ત્યાં પોતાની આગવી ઓળખ ઉભી છે. તેમની પાસે ક્યારેય પૈસાની અછત હોતી નથી.