જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને કેટલીક વસ્તુઓ જોવું ખૂબ જ શુભ હોય છે. એવું પણ કહેવાય છે કે જો તમે સવારે આ વસ્તુઓ જોશો તો સમજી જવાનું કે તમારો દિવસ કેવો રહશે. સવારે ઉઠ્યા પછી અને જમીન પર પગ મૂકતા પહેલા તમારે તમારા હાથની હથેળીને જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હાથમાં સરસ્વતી, બ્રહ્મા અને મા લક્ષ્મીનો વાસ છે.