નવા વર્ષે પણ જો તમે કપૂરનો ઉપયોગ કરશો તો નવા વર્ષની શરૂઆત પણ ખૂબ જ સારી રહેશે. જો તમે નવા વર્ષમાં કપૂરનો ઉપયોગ કરીને જીવનમાંથી તમામ નકારાત્મકતાને દૂર કરવા માંગો છો, તો તમારે પહેલી તારીખે આ 5 કામ અવશ્ય કરવા. જ્યોતિષી અનુસાર, ' કપૂરનો દરેક એ કામમાં કરવો જોઈએ જ્યાં તમને નકારાત્મકના ભાવનો અનુભવ થાય.
ઘરના મંદિરમાં કપૂરનો ઉપયોગ: જો તમે નવા વર્ષથી દરરોજ તમારા ઘરના મંદિરમાં કપૂરથી દેવી-દેવતાઓની આરતી કરો છો, તો તમને તેનું સકારાત્મક પરિણામ મળશે. તમારે સાંજે ઘરના મંદિરમાં કપૂર સળગાવવું જોઈએ. વાસ્તવમાં, નકારાત્મક ઊર્જા સાંજે જ વધુ અસરકારક હોય છે. આ સ્થિતિમાં સાંજે કપૂરનો એક નાનો ટુકડો ઘરના મંદિરમાં સળગાવવો જોઈએ.
હાથમાં કપૂર બાંધો: જો તમને કોઈ પ્રકારનો રોગ છે અથવા જો તમને લાગે છે કે જીવન નકારાત્મકતાથી ભરેલું છે, તો તમે તમારા હાથમાં કપૂરને લાલ કપડામાં બાંધી શકો છો અને દર 21 દિવસ પછી તમારે કપૂર બદલીને તમારા કાંડા પર બાંધવું પડશે. મહિલાઓએ ડાબા કાંડામાં કપૂર અને પુરુષોએ જમણા હાથના કાંડામાં કપુર બાંધવું જોઈએ.