જ્યાં ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં ક્યારેય ધન-સંપત્તિની કમી રહેતી નથી અને તે ઘર ધનથી ભરેલું રહે છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે, મહેનત અને પૂજા પાઠ કર્યા પછી પણ ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે. આનું કારણ વાસ્તુ દોષ (Vastu dosh) અથવા ગ્રહદોષ હોઈ શકે છે. કેટલાક સરળ ઉપાયો કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ શકે છે. અપરાજિતા ફૂલ કે કોયલના ફૂલથી થતા સરળ ઉપાય ( (Aparajita Flower Remedies) તમને પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓથી મુક્તિ તો આપે જ છે, સાથે સાથે પ્રગતિનો માર્ગ પણ ખોલે છે. અપરાજિતને શંખ પુષ્પ પણ કહેવાય છે.
વાસ્તુશાસ્ત્રમાં પણ અપરાજિતાના છોડના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે, તેથી તમારા બગીચામાં અપરાજિતાનો છોડ લગાવવો જોઈએ. તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર હોય છે. અપરાજિતાના ફૂલો જાંબલી અને સફેદ રંગના હોય છે. આ ફૂલ સાથે સંબંધિત ઉપાયો પણ કારગર સાબિત થાય છે. ચાલો દિલ્હીના જ્યોતિષ આચાર્ય ગુરમીત સિંહજી પાસેથી અપરાજિતા ફૂલ સંબંધિત સરળ ઉપાયો વિશે જાણીએ. ધન પ્રાપ્તિ માટે કરો અપરાજિતાના આ ઉપાય.
નોકરી - ધંધા માટે - નોકરીમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય અથવા ધંધામાં સતત નુકસાન થતું હોય તો તેના માટે અપરાજિતા છોડને લગતા આ ઉપાયો અવશ્ય કરો. અપરાજિતાના છોડના મૂળને વાદળી કપડામાં બાંધીને તેનું પોટલું બનાવીને તમારી ઓફિસ કે દુકાનની બહાર લટકાવી દો. જેના કારણે તમારી સતત પ્રગતિ થશે અને તમેં હંમેશા સમૃદ્ધ રહેશો.