બીજી તરફ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પૂજા સ્થાન પર કેટલાક ચિહ્નો લગાવવા પણ ખૂબ જ શુભ હોય છે જેનાથી ઘણા ફાયદા થાય છે અને બધા કામ શુભ થાય છે. આજે આ અહેવાલમાં અમે તમને એવા જ કેટલાક ચિહ્નો વિશે જણાવીશું જેને તમારા ઘરમાં લગાવવાથી તમારા દરેક કામ જલદી પાર પડશે, શુભ થશે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જળવાઇ રહેશે.
1. ઓમનું પ્રતીક: ઘરના પૂજા સ્થાન પર કેસર અથવા ચંદનથી ઓમનું પ્રતિક બનાવો. માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર ઓમ બનાવીને તેનો જાપ કરવાથી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. શુભ સંચારની સાથે પરિવારમાં ચાલી રહેલ તણાવ પણ દૂર થાય છે. કેસર અથવા ચંદનમાંથી બનાવેલ ઓમ સામાજિક અને પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત લાવે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો કરે છે.
3. શ્રીનું પ્રતિક: શ્રીનું પ્રતિક માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં શ્રીનું પ્રતિક બનાવવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તમે તેને સિંદૂર અથવા કેસરથી બનાવી શકો છો. વાસ્તુ અનુસાર શ્રીનું પ્રતિક બનાવવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી રહેતી અને પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહે છે. પૂજા સ્થાન પર શ્રીના પ્રતીકને કારણે માતા લક્ષ્મી પોતે ત્યાં નિવાસ કરે છે.
4. મંગળ કળશ કરશે મનોકામના પૂર્ણ: ઘરના પૂજા સ્થાન પર સિંદૂરથી મંગલ કળશની નિશાની કરવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આ નિશાની ઘરના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક રાખે છે અને તમામ પ્રકારના અવરોધો દૂર કરે છે. વાસ્તુ અનુસાર મંગળ કળશને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેની સાથે જ ધનનો પ્રવાહ પણ સ્થિર રહે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે.