સમગ્ર દેશ હાલમાં કોરોના સંકટ (Corona Crisis)નો સામનો કરી રહ્યો છે. કોરોનાના સંક્રમણને વધુ ફેલાવતો અટકાવવા માટે ગણપતિ બાપ્પાના સાર્વજનિક મહોત્સવનું આયોજન આ વર્ષે નથી કરવામાં આવ્યું. પરંતુ સમગ્ર દેશ અને ખાસ કરીને મહારાષ્ટ્ર (Maharashtra)માં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાતા ગણેશ મહોત્સવ (Ganesha Mahotsav) દરમિયાન શ્રદ્ધાળુઓએ પોતાના ઘરે ગણપતિ બાપ્પાને બિરાજમાન કર્યા હતા. આ વખતના ગણપતિજીની મૂર્તિઓ અગાઉના વર્ષોથી નાની જોવા મળી અને ખાસ તો બાપ્પાના વિસર્જન (Ganapati Visarjan)માં કોવિડ-19ના કારણે મોટું પરિવર્તન જોવા મળ્યું. (Image: News18)