મિથુન: ગણેશજી કહે છે, આ મહિને જીવન સામાન્ય રીતે ખુશીઓથી ભરેલું રહેશે. કમાણી વધશે અને ખર્ચમાં પણ વધારો થશે. પરંતુ રુપિયાને લઈને કોઈ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. મહિનાની શરૂઆતમાં કારકિર્દી સારી રહેશે. પ્રમોશનનો યોગ બની રહ્યો છે. પીઠ અને કમરનો દુખાવો આવી શકે છે. નવું વાહન અથવા નવા ઘર સુખનો યોગ પણ બની રહ્યો છે.
સિંહ: ગણેશજી કહે છે, આ મહિનો તમારા માટે કેટલાક ખાટા-મીઠા અનુભવો લઈને આવ્યો છે. તે ક્યારેક મનને ખલેલ પહોંચાડી શકે છે. પરંતુ મનને શાંત રાખવાનો પ્રયાસ કરો. સ્થાવર મિલકતમાંથી નફાની શક્યતાઓ પણ છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થશે, આ સમય આર્થિક રીતે ઉતાર ચઢાવવાળો સાબિત થઈ શકે. વૈવાહિક જીવન ઉત્તમ રહેશે.
કુંભ: ગણેશજી કહે છે, તમને વેપાર માં જબરદસ્ત લાભ મળશે. મહિના ની વચ્ચે 12 તારીખ પછી ની સ્થિતિ તમારા માટે હજી સારી રહેશે. જોકે તે દરમિયાન તમારા ટ્રાન્સફર થવા ની શક્યતા બની શકે છે. પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય વધારે અનુકૂળ નથી, પરંતુ બીજા બધા છાત્રાઓ માટે સમય ઘણું અનુકૂળ રહેશે.