Akshaya Tritiya 2022 Date And Time: અક્ષય તૃતીયા એટલે કે આખાત્રીજનો (Astrology) પવિત્ર તહેવાર દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની ત્રીજ તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 3 મે 2022નાં રોજ આ તહેવાર આવે છે. આ દિવસખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે કરવામાં આવેલ દાન, સ્નાન, યજ્ઞ, જાપ વગેરે ખૂબ જ ફળદાયી હોય છે. ખાસ કરીને આ દિવસે સોનું ખરીદવાની પરંપરા છે. કહેવાય છે કે, અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાથી વ્યક્તિના જીવન પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. ત્યારે અમુક રાશિ માટે આ અક્ષય તૃતીયા ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહી છે. જે અંગે અહી જાણકારી અપાઈ છે..