Home » photogallery » dharm-bhakti » કોણ છે જંગમ સાધુ? જેઓ સંસારી પાસેથી નહીં, પરંતુ આ લોકો પાસેથી લે છે દાન

કોણ છે જંગમ સાધુ? જેઓ સંસારી પાસેથી નહીં, પરંતુ આ લોકો પાસેથી લે છે દાન

ભવનાથમાં શિવરાત્રીનાં મેળાથી લઈને અનેક મેળાઓમાં જંગમ સાધુ નજરે પડી રહ્યાં છે. જંગમ સાધુઓ ફકત સાધુ પાસેથી દાન અને દક્ષિણાગ્રહણ કરે છે. ત્યારે આપને જણાવીશું કે, આ સાધુ કોણ હોય છે અને તે કેવી રીતે રહે છે.

  • Local18
  • |
  • | Junagadh, India
विज्ञापन

  • 17

    કોણ છે જંગમ સાધુ? જેઓ સંસારી પાસેથી નહીં, પરંતુ આ લોકો પાસેથી લે છે દાન

    Ashish Parmar, Junagadh: સમગ્ર ભારતમાં સાધુ સમાજમાં કુલ 13 અખાડા કાયમ છે. તેમા પણ દશનામ પંથમા સાધુનો એક એવો વર્ગ છે, જે માત્ર સાધુઓ પાસેથી જ દાન અને દક્ષિણા ગ્રહણ કરે છે. તેઓ કદી સંસારી પાસેથી એક પણ રૂપિયાનુ દાન સ્વીકારતા નથી.

    MORE
    GALLERIES

  • 27

    કોણ છે જંગમ સાધુ? જેઓ સંસારી પાસેથી નહીં, પરંતુ આ લોકો પાસેથી લે છે દાન

    સાધુ સમાજમાં તેઓ જંગમ સાધુ તરીકે ઓળખાય છે. એવું પણ કહેવાય છે કે, સદાશિવ શંકર ભગવાનનાં લગ્ન થયા ત્યારે કોઇ દાન દક્ષિણા લેવા તૈયાર ન થયુ, આથી ભગવાને તેમની જાંઘમાંથી જંગમ સાધુ પેદા કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 37

    કોણ છે જંગમ સાધુ? જેઓ સંસારી પાસેથી નહીં, પરંતુ આ લોકો પાસેથી લે છે દાન

    જૂનાગઢના મેળામાં આ વર્ષે હરિયાણાથી જંગમ સાધુઓ આવ્યા હતા. તેઓ માત્ર દશનામ અખાડાના સાધુ, સંતો પાસેથી જ દક્ષિણા લે છે અને સાથે સાથે પૃથ્વીની ઉત્પતિથી લઈ પ્રલય સુધીની તમામ સ્તુતિનું અને ભગવાન શિવની આરાધના કરે છે. ભગવાન શંકરના થેલામાંથી પણ દાન લેવાનો જંગમને અધિકાર છે.

    MORE
    GALLERIES

  • 47

    કોણ છે જંગમ સાધુ? જેઓ સંસારી પાસેથી નહીં, પરંતુ આ લોકો પાસેથી લે છે દાન

    આ સંપ્રદાયની ઉત્પતિ વિશે એક એવી વાત છે કે, આ જંગમ સાધુઓની ઉત્પતિ ભગવાન શંકરની જાંઘમાંથી થઇ છે, જયારે શિવ અને પાર્વતીના વિવાહ પૂર્ણ થયા ત્યારે ભગવાન શંકરે દાન આપ્યું.

    MORE
    GALLERIES

  • 57

    કોણ છે જંગમ સાધુ? જેઓ સંસારી પાસેથી નહીં, પરંતુ આ લોકો પાસેથી લે છે દાન

    જેમાં બ્રહ્મા અને વિષ્ણુ એ આ દાન લેવા માટે ના પાડી દીધી. તેથી ત્યારે ભગવાન શંકરે પોતાની જાંઘ ચીરીને જંગમને ઉત્પન્ન કર્યો હોવાની માન્યતા છે.

    MORE
    GALLERIES

  • 67

    કોણ છે જંગમ સાધુ? જેઓ સંસારી પાસેથી નહીં, પરંતુ આ લોકો પાસેથી લે છે દાન

    આ સમુદાય આખું વર્ષ દેશના રાજ્યમાં ફરતા હોતા નથી, પરંતુ તેમની સાધના કરવા માટે પણ તેઓ પરિભ્રમણથી દુર હોય છે.

    MORE
    GALLERIES

  • 77

    કોણ છે જંગમ સાધુ? જેઓ સંસારી પાસેથી નહીં, પરંતુ આ લોકો પાસેથી લે છે દાન

    આ દરમિયાન 6 મહિના કાશ્મીરથી કન્યાકુમારી સુધી પરિભ્રમણ કરે છે અને 6 મહિના ભગવાનની પૂજા કરે છે.

    MORE
    GALLERIES