મેષ (Aries): (21 માર્ચ – 19 એપ્રિલ) - આશ્ચર્ય અને ઉજવણી એક સાથે ખૂબ જ ટૂંક સમયના અંતરાળમાં તમારી પાસે આવી શકે છે. નવા રોકાણ અને કૌશલ્યોને અપગ્રેડ કરવામાં તમારુ ભાગ્ય તમને મદદ કરી રહ્યું છે. દલીલો અને વાદ વિવાદો દરમિયાન તમારે શાંતિથી વર્તવુ જરૂરી છે. તમારો સમય નિર્ણાયક વિશ્લેષણ પર પણ પસાર કરો. લકી સાઈનઃ બ્લૂ સ્કાય
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - યોજનામાં અચાનક ફેરફાર થતાં અઠવાડિયુ તમારા માટે સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે. તમને કોઈ ઇવેન્ટ માટે આમંત્રિત કરવામાં આવી શકે છે અને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે તમારો પરિચય થઈ શકે છે. આ ઓળખાણ તમને એક અથવા બે સુસંગત વસ્તુ મેળવવામાં મદદ કરી શકે છે. લકી સાઈનઃ સિલ્વર રિંગ
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - તમે છેલ્લા થોડા વર્ષોમાં જે પણ જોયું છે તેનાથી પરિપક્વ થયા છો અને હવે તમારી પાસે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટેની વ્યૂહરચના અને ક્ષમતા છે. તમારી પાસેથી કંઈક વધુ સારી અપેક્ષા રાખવામાં આવે છે અને તેનાથી તમે સારી ઈમેજ બનાવી શકો છો. તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારું ધ્યાન રાખી શકે છે. લકી સાઈનઃ સલોન
વૃશ્વિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - તમારું પ્રાથમિક કાર્ય એ છે કે તમે જેની સાથે કમિટેડ છો તેના માટે તમારે હાજર રહેવું પડશે. જો તમે એવુ નહી કરો તો તે હાજરીનો અભાવ તમારા બંને વચ્ચે હતાશાનું કારણ બની શકે છે. જો તમે પ્રોપર્ટી ડીલિંગમાં છો, તો તમે વધુ સારા સમયની રાહ જોઈ શકો છો. લકી સાઈનઃ એમરાલ્ડ (પન્ના)
ધન (Sagittarius) 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - મલ્ટીપલ રીઅલ-ટાઇમ તકો સાથે આ ઝડપી અને ડાયનેમિક દિવસ છે. આ તકો અને અવસર હમણા માટે તમને નાના લાગી શકે છે જો કે આગળ જતા તે ખૂબ જ રસપ્રદ સાબિત થશે. તમારે હવે બાકી રહેલા નિર્ણયો પર આજે વિચાર કરવો પડશે. મેસેજ અને કૉલ્સ પર વાત કરી નિર્ણય કરવા એક સારો વિચાર છે. લકી સાઈનઃ ગોલ્ડ પોલિશ
મકર (Capricorn) 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - જેઓ ઘણા દિવસોથી કંઈક અનોખી વસ્તુની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આજનો દિવસ ઘણો જ આશાસ્પદ લાગે છે. તમે કેટલાક ફોરવર્ડ પ્લાનિંગ કરી શકો છો, આઉટિંગ અથવા પ્રવાસ સાથે સંબંધિત કેટલીક વાતો વિશે ચર્ચા થઈ શકે છે. જો કે આજના દિવસે તમને તમારા સ્વાસ્થને લઈને કેટલીક ચિંતાઓ સતાવી શકે છે. લકી સાઈનઃ ગોલ્ડ ફિશ
કુંભ (Aquarius)- 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - હાલમાં તમારાથી દૂર રહેલી તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને યાદ આવશે, પરંતુ વધુ પડતું આમ કરવું નિરર્થક સાબિત થઈ શકે છે. તમારે વાસ્તવિકતામાં તમારુ જીવન જીવવુ જોઈએ અને યોદોમાંથી બહાર આવવુ જોઈએ. આ સાથે જ ભવિષ્યમાં હવે આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. એક ખૂબ જ રસપ્રદ તક તમારી રાહ જોઈ રહી છે જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે. કામના પ્રસ્તાવ પર ખાસ વાત થવાની મોટી સંભાવના છે. લકી સાઈનઃ શણની બેગ
મીન (Pisces)- ફેબ્રુઆરી 19 - માર્ચ 20- તમારી લાઈફમાં સાવ અજાણી વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. પરંતુ લાંબા ગાળા સુધી તમે આ વ્યક્તિથી અજાણ અથવા અપરિચિત નહી રહો. જો કોઈ શોર્ટ ટ્રિપનુ પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો તે આજે પૂર્ણ થઈ શકે છે. જો તમે કોઈ પરિણામની રાહ જોઈ રહ્યા છો, તો તે તમારી તરફેણમાં હોઈ શકે છે. લકી સાઈનઃ તળાવ