ધર્મ ડેસ્ક: આપણા ધર્મગ્રંથોમાં એક શ્લોક છે. ‘अश्वत्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः। कृपः परशुरामश्च सप्तैते चिरंजीविनः॥ सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्। जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।’ આ શ્લોકની પહેલી બે પંક્તિઓનો અર્થ છે કે અશ્વસ્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને ભગવાન પરશુરામ સાતેય મહામાનવ ચિરંજીવી છે. તથાં બીજી બે પંક્તિઓનો અર્થ છે કે જો આ સાત મહામાનવો અને આઠમાં ઋષિ માર્કન્ડેયનું નિત્ય સ્મરણ કરવામાં આવે તો શરીરનાં તમામ રોગ સમાપ્ત થાય છે અને સતાયુ એટલે કે 100 વર્ષની આયુ પ્રાપ્ત થાય છે. આવો ચાલો આ સાતેય મહામાનવ વિશે કરીએ થોડી વાત જેમનાં વિશે માનવામાં આવે છે કે તેઓ પૃથ્વી પર આજે પણ જીવિત છે. આ સાતેય કોઇને કોઇ વચન, નિયમ કે શ્રાપથી બંધાયેલા છે અને તેઓ ઘણી દિવ્ય શક્તિઓથી સંપન્ન છે.
<br />1. પરશુરામ- ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર છે પરશુરામ. તેમનાં પિતા જમદગ્નિ અને માતા રેણુકા છે. માતા રેણુકાએ પાંચ પૂત્રોને જન્મ આપ્યો. જેમનું નામ વસુમાન, વસુષેણ, વસુ, વિશ્વાવસુ અને રામ રાખવામાં આવ્યું. રામે શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યુ હતું. શિવજી તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમણે રામને તેમનું ફરસ (એક હથિયાર) આપી દીધુ. આ કારણે રામ પરશુરામ તરીકે ઓળખાવવા લાગ્યા. તેમનો જન્મ હિન્દી પંચાગ પ્રમાણે વૈશાખ માસનાં શુક્લ પક્ષની તૃતીયાનાં દિવસે થયો હતો. એટલે વૈશાખ માસનાં શુક્લ પક્ષમાં આવનારી તૃતીયા અક્ષય તૃતીયા (અખાત્રીજ) તરીકે ઓળખાય છે. ભગવાન પરશુરામ રામનાં પૂર્વ જન્મ્યા હતાં પણ તે ચિરંજીવી હોવાને કારણે રામ કાળમાં પણ તે હતાં. પરશઉરામે 21 વખત પૃથ્વી પરનાં સમસ્ત ક્ષત્રિય રાજાઓનો અંત કરી દીધો હતો. આ ઉપરાંત તેમણે એક વખત તેમની માતા રેણુકાનું પણ વધ કરી દીધુ હતું.
2 બલિ- રાજા બલિએ દાન અંગેની વાર્તા સૌ કોઇ જાણે છે. દેવતાઓ પર હુમલો કરી રાજા બલિએ ઇન્દ્રલોક પર અધિકાર મેળવી લીધો હતો. બલિનો જન્મ સતયુગમાં ભગવાન વામન અવતાર સમયે થયો હતો. રાજા બલિના અભિમાનને નાથવા માટે ભગાવને એક વામન બ્રાહ્મણનો વેષમાં આવીને રાજા બલિ પાસે ત્રણ પગ જમીન માંગી હતી. જ્યારે બલીને થયુ કે મારા આટલા વિરાટ નગરમાંથી ત્રણ પગ જમીન જવાથી શું થવાનું હતું. અને તેણે ત્રણ પગલાં જમીન આપવાનુો વાયદો કર્યો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ બે પગલામાં ત્રણેય લોક માપી લીધા. તે બાદ તેણે ત્રીજો પગ બલિનાં માથે મુકીને તેને પાતાળ લોકમાં મોકલી દીધો. શાસ્ત્રો મુજબ રાજા બલિ ભક્ત પ્રહલાદનાં વંશજ છે. રાજા બલિએ શ્રીહરિ અતિપ્રસન્ન હતાં. તેથી જ વિષ્ણુ રાજા બલિનાં દ્વારપાલ પણ બન્યા હતાં.
3. હનુમાન- અંજની પુત્ર હનુમાનને પણ ચિરંજીવી હોવાનું વરદાન મળેલુ છે. તે રામ કાળમાં રામ ભગવાનનાં પરમ ભક્ત રહ્યા છે. હજારો વર્ષ બાદ તે મહાભારત કાળમાં પણ નજર આવ્યા મહાભારતનાં એક પ્રસંગમાં તે ભીમને તેમની પૂછડી હટાવવા કહે છે તો હનુમાનજી કહે છે કે તુ જાતે જ હટાવી લે. ભીમ તેની સંપૂર્ણ તાકાત લગાવી દે છે પણ તે પૂંછડી હટાવી શકતો નથી. સીતાએ હનુમાનજીને લંકાની અશોક વાટિકામાં રામનો સંદેશ સાંભળીને આશિર્વાદ આપ્યો હતો કે તે અજર-અમર રહે.
4. વિભિષણ- રાક્ષસ રાજ રાવણનાં નાના ભાઇ વિભીષણ. વિભીષણ શ્રીરામનાં ભક્ત છે. જ્યારે રાવણે માતા સીતાનું હરણ કર્યુ હતું ત્યારે વિભીષણે રાવણને શ્રીરામથી શત્રુતા ન કરવા ખુબ સમજાવ્યા હતાં. આ વાતથી રાવણે વિભીષણને લંકાથી કાઢી નાખ્યો હતો. વિભીષણ શ્રીરામની સેવામાં ચાલ્યા ગયા અને રાવણનાં અધર્મને દૂર કરવા માટે ધર્મનો માર્ગ અપનાવી લીધો.
5. ઋષિ વ્યાસ- ઋષિ વ્યાસ જેમને વેદ વ્યાસનાં નામથી પણ ઓળખવામાં આવે છે જે ચારેય વેદ (ઋગવેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ), તમામ 18 પુરાણો, મહાભારત અને શ્રીમદભાગવત્ ગીતાની રચના કરી હતી. વેદ વ્યાસ, ઋષિ પારાશર અને સત્યવતીનાં પુત્ર છે.. તેમનો જન્મ યમુના નદીનાં એક દ્વીપ પર થયો હતો. તેઓ રંગે શ્યામ હતાં. તેથી તે કૃષ્ણ દ્વૈપાય કહેવડાવ્યા. તેમની માતાએ બાદમાં શાન્તનુ સાથે વિવાહ કર્યા. જેમનાંથી તેમને બે પુત્ર થયા જેમાંથી મોટો ચિત્રાંગદ યુદ્ધમાં મારી ગયો અને નાનો વિચિત્રવીર્ય સંતાનહીન મરી ગયો. કૃષ્ણ દ્વૈપાયનનાં ધાર્મિક તથા વૈરાગ્યનાં જીવનને પસંદ કર્યુ. પરણતુ માતાનાં આગ્રહથી તેમને વિચિત્રવીર્યની બંને સન્તાનહીન રાણી દ્વારા નિયોગ અને નિયમ બે પુત્ર ઉત્પન્ન કર્યા જે ધૃતરાષ્ટ્ર તથા પાન્ડુ કહેવડાવ્યા. જેમાં ત્રીજા વિદુર પણ હતાં.
6. અશ્વત્થામા- અશ્વત્થામા ગુરૂ દ્રોણાચાર્યનાં પુત્ર હતાં. ગ્રંથમાં ભગવાન શંકરનાં અનેક અવતારનાં વર્ણન મળ્યુ છે. તેમાંથઈ એક અવતાર એવો પણ છે જે આજે પણ પૃથઅવી પર તેમની મુક્તિ માટે ભટકે છે. આ અવતાર છે ગુરૂ દ્રોણાચાર્યનાં પુત્ર અશ્વત્થામાનો. દ્વાપરયુગમાં જ્યારે કૌરવ અને પાંડવમાં યુદ્ધ થયુ ત્યારે અશ્વત્થામાએ કૌરવોંનો સાથ આપ્યો. ધર્મ ગ્રંથ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ જ બ્રહ્માસ્ત્ર ચલાવવા બદલ અશ્વત્થામાને ચિરકાળ સુધી પૃથ્વી પર ભટકવાનો શ્રાપ આપ્યો છે. અશ્વત્થામાનાં સંબંધમાં એક માન્યતા પણ પ્રચલિત છે. મધ્ય પ્રદેશનાં બુરહાનપુર શહેરથી 20 કિલોમીટર દૂર એક કિલ્લો છે. આ કિલ્લો અસીરગઢ તરીકે ઓળખાય છે. જેમાં ભગાવન શિવનું પ્રાચીન મંદિર છે. અહીંનાં સ્થાનિકોનું કહેવું છે કે અશ્વત્થામા દરરોજ આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવા આવે છે. જે કોઇ અશ્વત્થામાને જોઇ લે છે તે ગાંડુ થઇ જાય છે.
<br />7. કૃપાચાર્ય- કૃપાચાર્ય અશ્વત્થામાનાં મામા અને કૌરવોંનાં કુળગુરૂ હતા. શિકાર કરતાં સમયે શાંતનુને બે બાળકો મળ્યા તેમાં એકનું નામ કૃપી અને એકનું નામ કૃપ રાખવામાં આવ્યું. મહાભારત યુદ્ધમાં કૃપાચાર્ય કૌરવોં તરફથી યુદ્ધ રમ્યા હતાં. કૃપ અને કૃપિનો જન્મ મહર્ષિ ગૌતમનાં પુત્ર શરદ્વાનનું વીર્ય એક ગાંઠદાર છોડ પર પડવાને કારણે થયો હતો.