ધર્મભક્તિ ડેસ્ક: આપે આપની આસપાસ કેટલાંયે અભિમાની લોકો જોય હશે. તેમને દરેક વાતમાં ખોટું લાગતુ હશે. અને તેમને માન પાન આપો તો તેમને ગમતુ હશે. તેનાંથી વિરુદ્ધ જો તેમની મરજી વિરુદ્ધનું તેમની આગળ બોલવામાં આવે કે કંઇ કામ કરવામાં આવે તો આ જાતકોને તે જરાં પણ પસંદ આવતુ નથી. ત્યારે આજે આપણે એવી પાંચ રાશિ વિશે જાણીશું જેઓને પોતાનાં પર ખુબજ અભિમાન હોય છે અને તેઓ તેને છુપાવી શકતા નથી.
સિંહ- આ રાશિનાં જાતકો સૌથી વધુ અભિમાની હોય છે. સિંહ રાશિના જાતકોને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું અને દેખાડો કરવાનું ખુબ ગમે છે. તેઓને ગમે છે કે તેઓ આકર્ષણનું કેન્દ્ર રહે અને લોકો તેમની વાત કરે. ઘણી વખત સિંહ રાશિનું ઘમંડ જ તેમનાં માથા ઉપર ચઢી જાય છે, જેના કારણે તેના મિત્રો અને પરિવારને મુશ્કેલી થાય છે.
વૃશ્ચિક- આ રાશિના જાતકો પહેલેથી જ ખૂબ રહસ્યમયી હોય છે. આ રાશિના જાતકો ઝડપથી તેમના વ્યક્તિત્વની નકારાત્મક વસ્તુઓને સ્વીકારી શકતા નથી. એટલુંજ નહીં તેમનાં મતે તેઓ ખૂબ જ દયાળુ હોય છે, પરંતુ તેનાથી વિપરીત તેઓને તેમની જ ખુબીઓનું અભમિના ભરપુર હોય છે. આ વાત જાણતા કે અજાણતા તેમની આસપાસનાં લોકોને મુશ્કેલીમાં મુકે છે.
મકર- આ રાશિનાં જાતકોની એક ખાસિયત હોય છે તેઓ હમેશાં હિંમતવાન, એકદમ અવ્વલ કક્ષાનાં લોકોની પાછળ રહેવાનું પસંદ કરે છે. તેમનામાં ઈગો પ્રોબ્લેમ ખુબ વધુ હોય છે અને તેના કારણે, તેઓને ડર રહે છે કે લોકો તેમને ખોટા ન આંકી લે. જો તેઓને તેમનાં સ્વભાવ વિશે કંઈક નકારાત્મક કહેવામાં આવે તો તેઓ તેને સ્વીકારી શકતા નથી અને તેમનું અભિમાન તેમને નડી જાય છે. જોકે સાથે સથે આ રાશિના લોકો ખુબજ ભાવૂક પણ હોય છે. પોતાનાં નિકટનાં લોકો માટે તેઓ જીવ રેડી દેવા પણ તૈયાર હોય છે.
મિથુન- આ રાશિના લોકો આત્મવિશ્વાસ છલકાતો હોય છે. તેઓ પોતાની જાતને ખૂબ જ વિશેષ અને સૌથી વધુ પ્રતિભાશાળી માને છે તેઓ એવું માને છે કે તેમની સામે કોઈ ટકી શકતું નથી. અને તેમની વાતનો કોઈ વિરોધ કરી નાખે તો તેમનાથી સહન થતું નથી. જે લોકો તેમની સાથે સંમત થતા નથી, તે લોકો ગમે તેટલાં તેમની નિકટનાં હોય તેમનાં માટે ગૌણ બની જાય છે.