Home » photogallery » dharm-bhakti » આ 5 રાશિનાં પુરુષોની પત્ની હોય છે ખુબજ ગુસ્સાવાળી, નાની નાની વાતે કરે છે ઝઘડો

આ 5 રાશિનાં પુરુષોની પત્ની હોય છે ખુબજ ગુસ્સાવાળી, નાની નાની વાતે કરે છે ઝઘડો

પાંચ રાશિઓનાં પુરૂષો એવાં છે કે જેમને ગુસ્સાવાળી સ્ત્રીઓ મળે છે. આ સ્ત્રીઓ આમ દરેક રીતે સારી હોય છે પણ તેમનો ગુસ્સો ખુબજ ખરાબ હોય છે

  • 16

    આ 5 રાશિનાં પુરુષોની પત્ની હોય છે ખુબજ ગુસ્સાવાળી, નાની નાની વાતે કરે છે ઝઘડો

    કહેવાય છે કે, ગુસ્સોએ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ઘણી વખત ગુસ્સામાં લીધેલા નિર્ણયથી આજીવન પસ્તાવવાનો વારો આવે છે. પણ જ્યારે કોઇનો સ્વભાવ જ ગુસ્સાવાળો ક્રોધી હોય તો શું થાય. ગમે તે કરવા છતાં વ્યક્તિ પોતાનો સ્વભાવ ન બદલી શકે તો તેને ભોગવવું જ પડે છે. ત્યારે કહેવાય છે કે પાંચ રાશિઓનાં પુરૂષો એવાં છે કે જેમને ગુસ્સાવાળી સ્ત્રીઓ મળે છે. આ સ્ત્રીઓ આમ દરેક રીતે સારી હોય છે પણ તેમનો ગુસ્સો ખુબજ ખરાબ હોય છે જેનો સૌથી પહેલો ભોગ તેનો પતિ જ બને છે. ત્યારે ચાલો નજર કરીએ એવાં કયાં જાતકો છે જેમને ખુબજ ગુસ્સાવાળી પત્ની મળે છે.

    MORE
    GALLERIES

  • 26

    આ 5 રાશિનાં પુરુષોની પત્ની હોય છે ખુબજ ગુસ્સાવાળી, નાની નાની વાતે કરે છે ઝઘડો

    મિથુન- આ રાશિના જાતકોની પત્નીઓ પોતે જે કહે છે તે જ સાચુ છે તેનો નિર્ણય જ યોગ્ય છે તેવું માને છે. તે પોતાની વાતથી ટસથી મસ થતી નથી. તેને દરેક મુદ્દે પોતાનો પક્ષ મુકવા જોઇએ છે. આ રાશિનાં જાતકોએ ખાસ સંભાળીને રહેવુ નહીતો તેમની પત્ની જાહેરમાં પણ તેમને પણ ધૂળ ધાણી કરી શકે છે.

    MORE
    GALLERIES

  • 36

    આ 5 રાશિનાં પુરુષોની પત્ની હોય છે ખુબજ ગુસ્સાવાળી, નાની નાની વાતે કરે છે ઝઘડો

    સિંહ- આ રાશિનાં જાતકો ભલે સિંહ જેવા હોય પણ પત્ની આગળ તેમનું કંઇ નથી ચાલતું. તેમની પત્નીઓ પણ ઘણી જ શાણી હોય છે તે દુનિયા સામે શાંત રહે છે પણ તેના પતિ સામે તેનો ગુસ્સો અગન જેવો હોય છે. જોકે આ રાશિનાં જાતકો તેમની પત્નીનાં સ્વભાવને ખુબજ સારી રીતે જાણી ચુક્યા હોય છે આથી જ્યારે તેમની પત્ની ભડકે કે ગુસ્સો કરે સામે તે પોતે ખુબજ શાંત રહે છે અને પોતાની ભૂલ સ્વીકારવામાં કે માફી માંગવામાં જરાં પણ અચકાતા નથી. તેમજ સમય આવે પત્નીને પણ તેની ભૂલ દર્શાવી જ દે છે.

    MORE
    GALLERIES

  • 46

    આ 5 રાશિનાં પુરુષોની પત્ની હોય છે ખુબજ ગુસ્સાવાળી, નાની નાની વાતે કરે છે ઝઘડો

    તુલા- આ રાશિના પુરૂષોની પત્નીઓ ખુબજ ગુસ્સાવાળી હોય છે. આ રાશિનાં યુવકને તેમની પત્ની હમેશાં પોતાની વાત મનાવી જ દે છે. તે કામકાજમાં ખુબજ હોશિયાર હોય છે તેમનો મોભો પણ ઘણો જ વધુ હોય છે પણ જ્યારે તેમનો પારો ખસે છે ત્યારે તેનાં પતિનું આવી બને છે. આ રાશિનાં જાતકોની પત્ની ગમે તેમ કરીને પોતાની વાત મનાવી જ લે છે.

    MORE
    GALLERIES

  • 56

    આ 5 રાશિનાં પુરુષોની પત્ની હોય છે ખુબજ ગુસ્સાવાળી, નાની નાની વાતે કરે છે ઝઘડો

    વૃશ્ચિક- આ રાશિના પતિઓ તેમની પત્નીનાં પ્રભાવમાં જ રહે છે. ક્યારેક ભરપુર પ્રેમ તો ક્યારેક એટલો જ ગુસ્સો તેઓ કરતાં હોય છે. તેમની પત્ની પણ તેમની સાથે એવી જ રીતે રહે છે તેઓ કઇ વાતે ઝઘડી પડશે તે જાણવું અઘરું છે. આ રાશિનાં પુરુષોની પત્નીનો સ્વભાવ થોડો વધારે જ ચીડિયો હોય છે તેને તેના પતિ જાહેરમાં પ્રેમ દર્શાવે તો વેવલાવેળા લાગે છે અને જો કોઇ ટોકે તો પણ તેને અપમાન લાગે છે. તે હમેશાં ઝઘડવા માટે તૈયાર રહે છે.

    MORE
    GALLERIES

  • 66

    આ 5 રાશિનાં પુરુષોની પત્ની હોય છે ખુબજ ગુસ્સાવાળી, નાની નાની વાતે કરે છે ઝઘડો

    ધન- આ રાશિના જાતકોની કમજોરી તેમની પત્ની જ હોય છે. તે ગમે તેટલી ભૂલો કરે કે ગુસ્સો કરે તેમનો પ્રેમ અકબંધ રહે છે. પત્ની પણ જાહેરમાં ક્યારયે આ રાશિનાં જાતકોનું નીચુ પડવા દેતી નથી. જોકે એકલામાં તેનાં પતિને તેની એક એક ભૂલ ગણાવવામાં અને ગુસ્સો કરવામાં પાછી પણ પડતી નથી. આ જાતકો પોતાની પત્નીને ખુબજ લાડ લડાવે છે અને હંમેશા તેનો સાથ આપે છે. જો કે તેમની પત્નીને તેમના આ પ્રેમની કદર હોતી નથી.

    MORE
    GALLERIES