ધર્મ ડેસ્ક: શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથને અતિપ્રિય એવા બિલિ પત્ર, દુધ, જળ, ચોખા તમામ ચઢાવવું. તેનાંથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ભગવાન શિવને માત્ર એક લોટો જળ ચઢાવવામાં આવે તેમાં તે ખુશ થઇ જાય છે. પણ એવી પાંચ વસ્તુઓ છે જે ભગવાન શિવને અર્પણ થતી નથી. કહેવાય છે કે ભોલેનાથને આ પાંચ ચીજ ચઢાવવામાં આવે તો તે દુર્ભાગ્ય નોતરે છે.