હિંદુ નવવર્ષ એટલે કે, નવસંવસ્તર દર વર્ષે ચૈત્ર માસના શુક્લપક્ષની પ્રતિપદા તિથિથી શરૂઆત થાય છે. આજથી આ નવવર્ષની શરૂઆત થઈ રહી છે. હિંદુ નવવર્ષ વિક્રમ સંવત 2079 નામથી ઓળખવામાં આવશે. આ વિક્રમ સંવત નલ નામનું સંવત છે જે, ઈંદ્રાગ્નિ યુગનું અંતિમ વર્ષ છે. એક યુગમાં પાંચ વર્ષ હોય છે. આ વર્ષના રાજા શનિ ગ્રહ છે અને મંત્રી ગુરુ ગ્રહ છે.
શનિદેવ અને ગુરૂનું મંત્રીમંડળના કારણે અનેક રાશિના જીવન પર ખૂબ જ અસર થશે. શનિ અને બૃહ્સપતિ ધીમી ગતિથી ચાલનાર ગ્રહ છે અને તેઓ એપ્રિલ મહિનામાં રાશિ બદલવા જઈ રહ્યા છે. બંને ગ્રહ ખૂબ જ આરામદાયક પરિસ્થિતિમાં હશે એટલે કે, શનિ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં જતા રહેશે અને બૃહસ્પતિ પોતાની મીન રાશિમાં જ ગોચર કરશે. આ કારણોસર આ બંને ગ્રહ ફળદાયી સાબિત થશે.
1,500 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે- વર્ષ 2022માં 1,500 વર્ષ બાદ રેવતી નક્ષત્ર અને ત્રણ રાજયોગના અત્યંત દુર્લભ સંયોગમાં હિંદુ નવવર્ષ શરૂ થઈ રહ્યું છે. જ્યોતિષ અનુસાર નવસંવત્સરમાં ગ્રહ નક્ષત્રની આ પરિસ્થિતિ ખૂબ જ ખાસ છે. વિક્રમ સંવત 2079ના આરંભમાં જ મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકર, રાહૂ પોતાની ઉચ્ચ રાશિ વૃષભ અને કેતુ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં ગોચર કરશે. આ કારણોસર શુભ સંયોગમાં 1,500 વર્ષ બાદ શનિ મંગળની યુતિમાં હિંદુ નવવર્ષની શરૂઆત થઈ રહી છે.
કઈ રાશિ પર કેટલી અસર થશે?- વિક્રમ સંવત 2079 વૃષભ, તુલા, ધનુ, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ તમામ રાશિઓને આ વર્ષે આર્થિક લાભ થશે અને નોકરીમાં ઉચ્ચ તક પ્રાપ્ત થશે. આ વર્ષે સિંહ, કર્ક, વૃશ્વિક અને મેષ રાશિના લોકોએ સચેત અને સતર્ક રહેવાની જરૂર છે. તેમના અહંકાર, આક્રમક અને અધિકૃત વલણના કારણે તેમણે અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. જેના કારણે કાર્યસ્થળ અને વ્યક્તિગત સંબંધોમાં તેમની છબી ખરાબ થઈ શકે છે. કન્યા અને મિથુન રાશિના લોકો માટે આ વર્ષ સામાન્ય રહેશે તેમને તેમના કર્મનું ફળ પ્રાપ્ત થશે.