

ધર્મ ભક્તિ ડેસ્ક: શનિદેવએ કર્મનાં દેવતા છે. તમારા કર્મ પ્રમાણે ફળ આપે છે. ન્યાાયધિપતિ શનિદેવનું દરેક જાતકની કુંડળીમાં વિશેષ મહત્વ હોય છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ ભ્રમણ કરે છે. જે લોકો શનિની શુભ દ્રષ્ટિ ધરાવે છે અને તેઓ સારા માર્ગે ચાલે છે તો શની દેવ તેમને શુભ ફળ આપે છે. તો બીજી તરફ જે લોકો ખોટા કામ કરે છે. અને અવમાર્ગે ચાલે છે તેમનાં પર શનિની વક્રદ્રષ્ટિ રહે છે. જેને શનિની સાડાસાતી કહેવામાં આવે છે. આવો જાણીએ 2021માં કઇ રાશિઓ પર શિનની સાડા સાતી છે અને કોની પર શનિદેવની કૃપા છે.


2021 માં શનિ રાશિ બદલાશે નહીં, જેના કારણે ધન, મકર અને કુંભ રાશિના લોકોનો શનિની સાડાસાતીની અસર રહેશે.


દર શનિવારે શનિદેવનું વ્રત રાખો અને શનિ મંદિરમાં જાવ અને શનિદેવને તેલ ચઢાવો. પીપળાના ઝાડમાં પાણી અર્પણ કરો અને શનિવારે સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો. શનિદેવને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા કરો અને નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરો.