

કિર્તેશ પટેલ, સુરત : સુરત (surat) શહેરમાં પેટ્રોલ-ડીઝલ (petrol-diesel)ના ભાવવધારાની (price hike) આશ્ચર્યજનક રીતે વિપરીત અસર જોવા મળી રહી છે. સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે તો જીવન જરૂરિયાતની ચીજોના ભાવમાં ઘટાડો નોંધાતો હોય છે પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સુરતમાં વિપરીત અસર થઈ છે. સુરતમાં લૉકડાઉન કરતાં હાલમાં શાકભાજી સસ્તું મળી રહ્યું છે.


સુરતની રીટેલ બજારમાં પણ શાકભાજીના ભાવ ઘટ્યા છે. સુરતમાં સતત કેસ વધી રહ્યા છે અને હાલમાં છૂટક વેચાણ કરીને રોજગારી રળતા ફેરિયા બેકા બન્યા છે. સરદાર માર્કેટમાં મોડી ગાડી વાળા લોકોને જ માલ આપવામાં આવી રહ્યો છે. છૂટક ફેરિયા અને નાની ગાડી વાળા લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.


જોકે, શહેરની 70% વસ્તી હાલમાં હાજર નથી. સૌરાષ્ટ્રના અને પરપ્રાંતીય લોકો પોતાના વતનમાં જતા રહ્યા છે. ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના શટર ગમે ત્યારે બંધ કરવા પડે તેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં બજારમાં ખરીદદાર ઓછો અને માલ વધારે હોવાનું પણ જણાઈ રહ્યું છે.