

લગ્ન બાદ દીપિકા પાદુકોણે પહેલી વખત રેમ્પ વોક કર્યું હતું. તેણે પોપ્યુલર ડિઝાઇનર અબૂ જાની અને સંદીપ ખોસલા માટે રેમ્પ વોક કર્યું હતું. જેની તસવીરો અને વીડિયો સામે આવ્યાં છે. આ તસવીરોમાં તે ખુબજ સુંદર દેખાઇ રહી છે. (Photos: Instagram)


તેણે રેમ્પ વોક સમયે ફેશન ડિઝાઇન સંદીપ ખોસલા અને અબુ જાની સાથે ઠુમકા પણ લગાવ્યા હતાં. આ સમયે તેણે મિરર વર્કથી ભરપૂર લહેંગો અને ફૂલ સ્લીવનું બ્લાઉઝ પહેર્યુ હતું જેમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી. (Photos: Instagram)


દીપિકા થોડા દિવસ પહેલાં જ રણવીર સિંહની ફિલ્મ 83નું શેડ્યૂલ પૂર્ણ કરીને પરત ફરી છે. (Photos: Instagram)


દીપિકા લાંબા સમય બાદ રેમ્પ પર ઉતરી હતી. લગ્ન બાદ તેણે પહેલી વખત રેમ્પ વોક કર્યુ હતું. જેમાં તે જામતી હતી. ચિકન કારી અને મિરર વર્કથી સજેલા તેનાં આઉટફિટ તેની ઉપર જામતા હતાં. આ સાથે તેણે લાંબા ઇયરિંગ્સ પહેર્યા હતાં જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યાં હતાં. (Photos: Instagram)


જ્યાં સુધી આ શોની વાત છે આ ડિઝાઇનર જોડીએ 33 વર્ષ પૂર્ણ કર્યા અને આ માટે જ તેમણે ખાસ ફેશન શોનું આયોજન કર્યુ હતું. આ ફેશન શોની શો સ્ટોપર તરીકે દીપિકા હાજર હતી. (Photos: Instagram)


દીપિકા ઉપરાંત શોમાં 90 અન્ય મોડલ અને 25 ડાન્સર્સ હતી. જેણે આ શો ભવ્ય બનાવ્યો હતો. (Photos: Instagram)


આ શો જોવા માટે જયા બચ્ચન, અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન, શ્લોકા મેહતા અંબાણી, રાધિકા મર્ચન્ટ, ટ્વિંકલ ખન્ના જેવી હસ્તીઓ પણ આવી હતી. (Photos: Instagram)


બચ્ચન પરિવારને અબુ જાની અને સંદિપ ખોંસલા સાથે ઘર જેવાં સંબંધ છે. કહેવાય છે કે દીકરી શ્વેતા બચ્ચનનાં લગ્નની આખી ઇવેન્ટ અને કોન્સેપ્ટની તૈયારી અબુ જાની અને સંદિપ ખોંસલાએ જ કરી હતી. (Photos: Instagram)