

ટીવી સીરિયલથી ફિલ્મો સુધીની સફર કરનારી દીપિકા કક્કડ હાલમાં ચર્ચામાં છે. તે તેનાં નવાં ટીવી શો કહાં હમ કહાં તુમમાં નજર આવી રહી છે. આ શોમાં દીપિકા સોનાક્ષી રસ્તોગીનાં કિરદારમાં નજર આવી રહી છે. (Photo: Instagram)


બિગ બોસ-12ની વિનર દીપિકાએ જ્યારે તેનાં બોયફ્રેન્ડ શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા અને ધર્મ પરિવર્તન કર્યું ત્યારથી તે ચર્ચામાં છે. આ વખતે તે શોમાં ગણેશ પૂજન માટે મરાઠી મુલગી બની છે. તે શોમાં ટ્રેડિશનલ મહારાષ્ટ્રિયન લૂકમાં નજર આવી રહી છે. (Photo: Instagram)


આ મરાઠી ગેટઅપમાં તે ખુબજ સુંદર લાગી રહી છે. તેની આ સુંદર તસવીરો તેનાં પતિ શોએબ ઇબ્રાહિમે શેર કરી છે. (Photo: Instagram)


આ સાથે જ તેણે ટ્રેડિશનલ નથ અને માથે મરાઠી ચાંદલો લગાવ્યો છે જેમાં તે અતિ સુંદર લાગે છે. (Photo: Instagram)


તે પિંક સાડી અને ગ્રીન બ્લાઉઝમાં નજર આવે છે. આ સાડીને ગોલ્ડન બોર્ડર છે. તેની સાથે તેને પાઘડી પહેરી છે. (Photo: Instagram)