

રાખી સાવંત ચોરી છુપીથી વેડિંગથી ખુબ ચર્ચામાં આવી હતી અને હવે એક બીજી મોટી વાતને લઈ ચર્ચામાં છે.


જાણીતી ડ્રામા ક્વિન રાખી સાવંત તેની સીક્રેટ વેડિંગ બાદથી જ ચર્ચામાં ચે. આ કારણ છે જ્યારે રાખી સાવંતનાં લગ્ન થયા ત્યારથી રાખી અને દીપક કલાલ સતત નિવેદન આપીને ચર્ચામાં રહે છે. ક્યારેક રાખી દીપક કલાલને ફટાકર લગાવતી તો ક્યારેક તેને ખરી ખોટી સંભળાવતી નજર આવે છે.


આ વખતે તો હદ જ થઇ ગઇ. દીપક કલાલે રાખી સાવંતને લઇને મોટો દાવો ક્રયો છે. જે સાંભળીને લોકો ચોકી જશે. દિપક કલાલે કહ્યું કે રાખી સાવંત તેની સંતાનની મા બનવાની છે. દિપકે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ અપલોડ કરી છે.


આ પોસ્ટમાં રાખીના પ્રેગનેન્ટ હોવાનો દાવો કરીને લખ્યું છે કે, રાખી મારૂ બાળક તારા પેટમાં છે. તે તેના પપ્પાની બેઈજ્જતીનો બદલો જરૂર લેશે. દિપકે આગળ લખ્યું છે કે, 7 મહિલા અંદર જ સિંહનુ બાળક બહાર આવશે.