

નવી દિલ્હી : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ એટલે કે સીબીએસઈ વર્તમાન સમયમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ કરવાના ભારે દબાણ હેઠળ છે. હકીકતમાં કેટલાક વાલીઓએ કોરોના વાયરસના સંક્રમણનો હવાલો આપી અને પરીક્ષા રદ કરવાની માંગણી કરી સુપ્રિમ કોર્ટમાં ઘા નાખી છે. ત્યારબાદ કોર્ટે પણ સીબીએસઈ પાસે જવાબ માંગ્યો છે. જોકે, વાત ફક્ત પરીક્ષા રદ કરવા પૂરતી નથી આની અસર એન્જિનિયરીંગની પરીક્ષાઓ અને પ્રવેશ પર પણ પડશે. સ્થિતિ મેડિકલની પ્રવેશ પરીક્ષામાં પણ આવી જ છે. (પ્રતિકાત્મક તસવીર)


સીબીએસઈની પરીક્ષા રદ થઈ તો પ્રવેશ પરીક્ષાો જેવીકે સીટીઈટી પરીક્ષા, જેઈઈ મેઇન્સ, નીટનું રદ થવું લગભગ નક્કી છે. જો સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા પણ રદ કરાવે તો પણ આ પરીક્ષાનું રદ થવું લગભગ નક્કી છે.


દેશના લાખો વિદ્યાર્થીઓ સીટીઈટી અને જેઈઈ મેઇન્સ અને નીટની પરીક્ષાઓમાં ભાગ લેતા હોય છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં વિદ્યાર્થીઓને આ સ્થિતિમાં કોરોનાની ઝપટમાં આવતા રોકવા નાની વાત નથી. જેઈઈ મેઇન્સ બાદ 23મી ઑગસ્ટે જેઈઈની એડવાન્સની પરીક્ષાઓ પણ આનો પ્રભાવ પડશે.