ડાંગ જિલ્લાની દગડીઆંબાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આદિવાસી વિદ્યાર્થીની દ્વારા તૈયાર કરાયેલા ગટર ક્લીનર પ્રોજેકટ દિલ્લી આઈ.આઈ.ટીમાં પસંદગી પામતા રાષ્ટ્રીય કક્ષાનો ઇન્સ્પાયર માનાંક એવોર્ડ મળ્યો હતો. જેને પ્રોત્સાહિત કરવા નવસારીની વિરવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નવસારી, ડાંગ અને વલસાડની વિવિધ સંસ્થાએ ભાગ લીધો હતો. (કેતન પટેલ, બારડોલી)
850 જેટલા મોડલોએ વિવિધ સ્તરે પસંદગી પામીને આઇઆઇટી દિલ્હી કેમ્પસમાં ભાગ લીધો હતો. જેમાંથી 60 મોડલની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ડાંગ જિલ્લાના દગડીઆંબા પ્રાથમિક શાળા માં ધોરણ-8માં અભ્યાસ કરતી આશા પવારની કૃતિની પણ પસંદગી થઇ હતી. અને આ કૃતિએ રાષ્ટ્રીય કક્ષાનો 'ઇન્સ્પાયર માનાંક એવોર્ડ' પ્રાપ્ત કર્યો હતો.