ડાંગના વઘઇ સાપુતારા રોડ ઉપર અકસ્મતાની ઘટના બની છે. વઘઇ તાલુકાના અહેરડી ગામ નજીક એસ.ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ઉપર સવાર બે યુવકોના મોત થયા હતા. એસ.ટી. બસ શિરડીથી સુરત પરત ફરી રહી હતી એ સમયે બાઇકને અડફેટે લીધું હતું. બાઇક ઉપર સવાર બેના મોત નીપજ્યા હતા. જે બંને આહવા તાલુકાના પીપલવાળાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. વઘઇ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પી.એમ. કરાવવાની તજવીજ હાથધરી હતી. (કેતન પટેલ, સુરત)