કેતન પટેલ, સાપુતારાઃ એક બાજુ વરસાદની મોસમ ચાલી રહી છે અને બીજી તરફ દેશમાં કોરોનાની બીજી લહેર (corona second wave) હજી શાંત થઈ નથી અને કોરોનાની ત્રીજી લહેરની (covid-19 third wave) આશંકા વ્યક્ત થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાત પ્રવાસન વિભાગે (Gujarat Tourism Department) પ્રવાસન મંત્રી જવાહર ચાવડાની ઉપસ્થિતિમાં કોવિડ ગાઈડલાઇન્સ (corona guideline) મુજબ કેટલાક નિયમો સાથે મોન્સૂન ફેસ્ટિવલ 2021ની (Monsoon Festival 2021) શરૂઆત કરી હતી. ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. કુદરતે મનમૂકીને સાપુતરામાં સૌંદર્ય વિખેર્યું હોય તેવા દ્રશ્યો દેખાય છે.