Home » photogallery » dang » દ.ગુજરાતમાં દે ધનાધન: વાપી-કપરાડામાં 10 ઇંચથી વધુ વરસાદ, ડાંગનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ

દ.ગુજરાતમાં દે ધનાધન: વાપી-કપરાડામાં 10 ઇંચથી વધુ વરસાદ, ડાંગનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ

આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

  • 16

    દ.ગુજરાતમાં દે ધનાધન: વાપી-કપરાડામાં 10 ઇંચથી વધુ વરસાદ, ડાંગનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ

    ભરત પટેલ, કેતન પટેલ : વડોદરામાં વરસાદનાં કેર પછી ગઇકાલે રાજકોટમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જે બાદ રાતથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલ મોડી સાંજથી વલસાડ જિલ્લામાં, ડાંગ અને સુરત જિલ્લામાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં પણ ભારેથી હળવો વરસાદ પડી શકે છે.

    MORE
    GALLERIES

  • 26

    દ.ગુજરાતમાં દે ધનાધન: વાપી-કપરાડામાં 10 ઇંચથી વધુ વરસાદ, ડાંગનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ

    સુરત જિલ્લામાં મેઘ મહેર યથાવત છે. જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ જોઇએ તો, બારડોલીમાં 1 ઇંચ, ચોર્યાસીમાં 3 ઇંચ, કામરેજમાં 1 ઇંચ, મહુવામાં 3 ઇંચ, માંડવીમાં 2 ઇંચ, માંગરોળમાં 10.76 ઇંચ, પલસાણામાં 2 ઇંચ, ઓલપાડમાં 1 ઇંચ, ઉમરપાડામાં 4 ઇંચ, સુરત સીટીમાં 2.5 ઇંચ, ઉકાઈ ડેમમાં 305.85 ફુટ ઇનફલૉ છે.

    MORE
    GALLERIES

  • 36

    દ.ગુજરાતમાં દે ધનાધન: વાપી-કપરાડામાં 10 ઇંચથી વધુ વરસાદ, ડાંગનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ

    વલસાડ જિલ્લાના કપરાડા અને વાપીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વાપી અને કપરાડા બન્ને તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગઈકાલે સાંજે 6 વાગ્યાથી અત્યારે સવારે 6 વાગ્યા સુધીમાં વાપીમાં 12 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. વાપીમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયાં છે. વાપીમાં આખી રાત વરસ્યો વરસાદ છે. સતત વરસાદથી જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે.

    MORE
    GALLERIES

  • 46

    દ.ગુજરાતમાં દે ધનાધન: વાપી-કપરાડામાં 10 ઇંચથી વધુ વરસાદ, ડાંગનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ

    વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો, ઉમરગામમાં 3.68 ઇંચ, કપરાડામાં 10.44 ઇંચ, ધરમપુરમાં 5.08 ઇંચ, પારડીમાં 6.4 ઇંચ, વલસાડમાં 4.88 ઇંચ અને વાપીમાં 9.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારથી પણ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી જિલ્લાનાં તમામ નદી નાળાઓ બે કાંઠે થઇ ગયા છે.

    MORE
    GALLERIES

  • 56

    દ.ગુજરાતમાં દે ધનાધન: વાપી-કપરાડામાં 10 ઇંચથી વધુ વરસાદ, ડાંગનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ

    ડાંગ જિલ્લા અવિરત વરસાદને કારણે જિલ્લાનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. 30થી વધુ ગામો મુખ્ય મથકથી સમ્પર્ક વિહોણા થઇ ગયા છે. સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવર ફલો થઇ ગયું છે. સાપુતારામાં ઝીરો વિઝીબીલીટી વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદની વાત કરી તો, આહવામાં 4.2 ઇંચ, વઘઇમાં 7.36 ઇંચ, સાપુતારામાં 4 ઇંચ, સુબિરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 66

    દ.ગુજરાતમાં દે ધનાધન: વાપી-કપરાડામાં 10 ઇંચથી વધુ વરસાદ, ડાંગનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ

    સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ પ્રમાણે બારડોલીમાં 1 ઇંચ, ચોર્યાસીમાં 3 ઇંચ, કામરેજમાં 1 ઇંચ, મહુવામાં 3 ઇંચ, માંડવીમાં 2 ઇંચ, માંગરોળમાં 10.76 ઇંચ, પલસાણામાં 2 ઇંચ, ઓલપાડમાં 1 ઇંચ, ઉમરપાડામાં 4 ઇંચ, સુરત સીટીમાં 2.5 ઇંચ, ઉકાઈ ડેમમાં 305.85 ફુટની સપાટી છે.

    MORE
    GALLERIES