કેતન પટેલ, ડાંગ: ગિરિમથક સાપુતારા (Saputara Hill station after monsoon) ખાતે ચોમાસાની (Gujarat monsoon) શરૂઆતમાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા જ શનિ રવિવારના વિકેન્ડ (weekend travel) માણવા પ્રવાસીઓનો હુજૂમ ઉમટી પડતા સરકારી ખાનગી હોટલોમાં હાઉસફુલના પાટિયા ઝૂલી ઉઠ્યા છે. જેના કારણે નાના મોટા ધંધાર્થીઓને બખ્ખા થઈ જવા પામ્યો હતો. તો બીજી તરફ ડાંગ (Dang) વહીવટીતંત્રનાં નેજા હેઠળ ચાલુ નોટીફાઇડ વિસ્તારમાં અસંખ્ય હોટલ આવેલી હોય અને હોટલ સંચાલકો પ્રવાસીઓનો ગજવા ખંખેરી રહ્યા છે.