Home » photogallery » dang » આ સ્વિત્ઝરલૅન્ડ નહીં ગુજરાત જ છે! પ્રવાસીઓની પહેલી પસંદ બનેલું આ સ્થળ ખીલી ઉઠ્યું

આ સ્વિત્ઝરલૅન્ડ નહીં ગુજરાત જ છે! પ્રવાસીઓની પહેલી પસંદ બનેલું આ સ્થળ ખીલી ઉઠ્યું

Gujarat tourists place: આ છે ગુજરાતનું 'સ્વિત્ઝરલૅન્ડ', વાતાવરણમાં પલટો આવતાં આહલાદક દ્રશ્યો સર્જાયા, આહલાદક વાતાવરણે પ્રવાસીઓની ટ્રીપની મજા બમણી કરી

विज्ञापन

  • 15

    આ સ્વિત્ઝરલૅન્ડ નહીં ગુજરાત જ છે! પ્રવાસીઓની પહેલી પસંદ બનેલું આ સ્થળ ખીલી ઉઠ્યું

    ડાંગ: રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ શિયાળાની ઋતુની રાહ જોવાઇ રહી છે, ત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને રાતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવામાં રાજ્યમાં પ્રવાસન માટે જાણીતા ડાંગ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવતાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે પ્રવાસીઓને ચોક્કસથી આકર્ષશે. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના લીધે સાપુતારા ફરવા આવેલા લોકોનો આનંદ બમળો થયો છે. આહલાદક વાતાવરણે તેમની ટ્રીપની મજામાં વધારો કર્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    આ સ્વિત્ઝરલૅન્ડ નહીં ગુજરાત જ છે! પ્રવાસીઓની પહેલી પસંદ બનેલું આ સ્થળ ખીલી ઉઠ્યું

    રાજ્યમાં બેવડી સિઝનનો અનુભવ થઇ રહ્યો છે, ત્યારે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યો છે. સાપુતારા પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આવામાં વાતાવરણમાં આવેલા પલટાએ ત્યાંનું કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યું છે. જો આ પ્રકારનું જ વાતાવરણ રહ્યું તો આવનારા દિવસોમાં પ્રવાસીઓ ખુશનુમા વાતાવરણની મજા માણી શકશે. કેમ કે, દિવાળીના રજાઓમાં સાપુતારામાં પ્રવાસીઓ ઉપટી પડતાં હોય છે. રજાઓમાં સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળતો હોય છે.

    MORE
    GALLERIES

  • 35

    આ સ્વિત્ઝરલૅન્ડ નહીં ગુજરાત જ છે! પ્રવાસીઓની પહેલી પસંદ બનેલું આ સ્થળ ખીલી ઉઠ્યું

    દિવાળીના વેકેશનમાં સાપુરતારા, રણોત્સવ, દ્વારકા, ગીર સોમનાથ, ગીર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવે તેવી સંભાવના છે. ચાલુ વર્ષની દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો વધશે, તેવું ટૂર ઓપરેટરોનું માનવું છે. કોરોનામાં ફરવા જવાનું મોકૂફ રાખ્યું હતું તે લોકોએ દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે સપ્ટેમ્બર મહિનાથી ટૂર પેકેજ બુક કરવી લીધી છે. આટલું જ નહીં, ગુજરાતીઓમાં ઇન્ટરનેશનલ ટૂરનો ક્રેઝ છે. વિયેતનામ, દુબઈ, શીંગપુર, મલેશિયા, બાલી, માલદીવ્સ ગુજરાતીઓના પસંદગીના સ્થળ બન્યા છે.

    MORE
    GALLERIES

  • 45

    આ સ્વિત્ઝરલૅન્ડ નહીં ગુજરાત જ છે! પ્રવાસીઓની પહેલી પસંદ બનેલું આ સ્થળ ખીલી ઉઠ્યું

    રાજ્યમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના લીધે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતાં આકરા તાપને કારણે ગરમીનો અહેસાસ થાય છે. જો દિવસ દરમિયાન સૂકા પવન ફૂંકાતા હોય તેવું લાગી રહ્યું છે અને સૂકા પવનની અસર સ્કિન પર થઈ રહી છે. છેલ્લા 48 કલાકથી વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે. હવે ઠંડી માટે પણ તૈયાર થઈ જજો. નવેમ્બરની શરૂઆત ઠંડીની શરૂઆત થઈ જવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે.

    MORE
    GALLERIES

  • 55

    આ સ્વિત્ઝરલૅન્ડ નહીં ગુજરાત જ છે! પ્રવાસીઓની પહેલી પસંદ બનેલું આ સ્થળ ખીલી ઉઠ્યું

    શિયાળાની શરૂઆતની લોકો રાહ જોઈ રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનાના અંત સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. આ શિયાળની ઋતુમાં તાપમાનમાં કોઈ મોટા ઉત્તર ચડાવ નહીં રહે. દર વર્ષે શિયાળામાં ઠંડીનો અનુભવ થતો હોય, તેવો આ શિયાળો રહેવાનું અનુમાન છે. ઝાકળનું પ્રમાણ મધ્યમ રહેશે અને શિયાળાની શરૂઆત નબેમ્બરના પહેલા સપ્તાહથી જઈ જશે. નવેમ્બરની શરૂઆતથી ઠંડીનો અહેસાસ થવા લાગશે.

    MORE
    GALLERIES