આજીવન ખાદીધારી બાળ સ્વતંત્ર્ય સેનાની ગાંડા કાકાનું 92 વર્ષની જૈફ વયે ડાંગમાં નિધન થયુ છે. તેમણે દાંડીના આદિવાસી લોકો માટે સેવા અને શિક્ષણની શરુઆત કરી હતી. હાલ ડાંગમા વસતા તમામ આદિવાસી જેમને ગુરુજીના નામે ઓળખે છે તે ગાંડા કાકા 92 વર્ષની વયે આહવાના સ્વરાજ આશ્રમ ખાતે દેવલોક પામ્યા છે. ત્યારે આજે સમગ્ર ડાંગમાં શોકનો માહોલ છવાયો છે. ગાંડકાકા ની આત્માને શાંતિ મળે તે માટે ઈશ્વર ને પ્રાર્થના સાથે ડાંગ ના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ શોક સંદેશ પાઠવ્યો છે.
ઘણી બધી મુશ્કેલીઓ હતી અને શિક્ષણ તથા સેવાનું કાર્ય પણ આગળ વધારવાનુ હતુ. તેથી આ પ્રકારના કાર્યો માટે પ્રમાણિક અને નિષ્ઠાવાન ઉત્સાહી યુવાન કાર્યકરોની જરૂરિયાત ઉભી થઇ. જે બાદ ગાંડાભાઈ પટેલ કાજલી, ફણસા, ઉમરગામ વિસ્તારમા અગાઉ આ જ પ્રકારની સેવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાથી, શ્રી છોટુભાઈ નાયકે ગાંડાભાઈ પટેલ, અને પોતાના મોટા ભાઈ શ્રી ધીરુભાઈ નાયકને ડાંગ વિસ્તારમા કામ કરવા માટે, પોતાની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો અને ખાસ આમંત્રણ આપ્યું હતુ.