Home » photogallery » dang » ડાંગ : 5 મહિનામાં પુરૂષ નસબંધીનાં 100 ઑપરેશન થયા, વસ્તી વિસ્ફોટને રોકવા કુટુંબ નિયોજન

ડાંગ : 5 મહિનામાં પુરૂષ નસબંધીનાં 100 ઑપરેશન થયા, વસ્તી વિસ્ફોટને રોકવા કુટુંબ નિયોજન

સાક્ષરતામાં પાછલ ડાંગ જિલ્લામાં કુટુંબ નિયોજનની અભૂતપુર્વ જાગૃતિ, આશા વર્કર બહેનો દ્વારા 'હમ દો હમારે દો'ના સૂત્રે સાર્થક કરતી જાગૃતિ પ્રસરાવામાં સફળતા મળી

  • 15

    ડાંગ : 5 મહિનામાં પુરૂષ નસબંધીનાં 100 ઑપરેશન થયા, વસ્તી વિસ્ફોટને રોકવા કુટુંબ નિયોજન

    કેતન પટેલ, બારડોલી : ગુજરાતમાં સૌથી વધુ પુરુષ નસબંધીના (Male sterilization Operation) ઓપરેશન કરવામાં ડાંગ (Dang Gujarat) જિલ્લો અવ્વલ નમ્બર પર આવ્યો છે. વસ્તી નિયંત્રણ દેશની (Population control) સૌથી મોટી સમસ્યા છે, જેને કાબુમાં લેવા સરકાર દ્વારા વર્ષોથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે લોક જાગૃતિના અભાવે એમાં ખાસ સફળતા મળતી નથી ત્યારે આદિવાસી (Tribal belt) વસ્તી ધરાવતા રાજ્યના છેવાડાના ડાંગ જિલ્લાએ 100 જેટલા (100 operations of sterilization) પુરુષના કુટુંમ્બ નિયોજન ઓપરેશન કરી  પ્રસંશનીય કામગીરી કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    ડાંગ : 5 મહિનામાં પુરૂષ નસબંધીનાં 100 ઑપરેશન થયા, વસ્તી વિસ્ફોટને રોકવા કુટુંબ નિયોજન

    દેશમાં જન સંખ્યામાં વધારોએ સૌથી મોટી સમસ્યા છે. જેને અંકુશમાં લાવવા સરકાર અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમ છતાં લોકજાગૃતિના અભાવે વસ્તીમાં વધારો જોવા મળે છે. ત્યારે રાજ્યના અતિ પછાત ગણાતા ડાંગ જિલ્લામાં હવે આદિવાસી ઓમાં કુટુંબ પરિવારમાં "હમ દો હમારે દો" નું મંત્ર સરકારના લોકજાગૃતિના કાર્યક્રમોથી સાર્થક થઇ રહ્યું હોય તેમ જણાય રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 35

    ડાંગ : 5 મહિનામાં પુરૂષ નસબંધીનાં 100 ઑપરેશન થયા, વસ્તી વિસ્ફોટને રોકવા કુટુંબ નિયોજન

    ડાંગ જિલ્લાના સુબીર (Subir dang) ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી અને આશા વર્કર તરીકે કામ કરતી બહેનોને લોકોમાં જાગૃતિ લાવવાના સફળતા મળી છે. સુબિરમાં દર વર્ષે પુરુષ નશબંધી ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે એપ્રિલ 2020 થી સપ્ટેમ્બર 20 સુધીમાં 100 પુરુષ નશબંધી ઓપરેશન કરી સમગ્ર રાજ્યમાં સરાહનીય કામગીરી કરી છે.

    MORE
    GALLERIES

  • 45

    ડાંગ : 5 મહિનામાં પુરૂષ નસબંધીનાં 100 ઑપરેશન થયા, વસ્તી વિસ્ફોટને રોકવા કુટુંબ નિયોજન

    95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં લોકોમાં શૈક્ષણિક જાગૃતતા માં વધારો થવા સાથે કુટુંબની ભાવનાઓ પણ બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે સ્ત્રી નશબંધી ના ઓપરેશન ની પ્રથા જાણીતી છે, પરંતુ સુબિર તાલુકામાં અદ્યતન સીએચસીનું બિલ્ડીંગ નિર્માણ થયા બાદ ડોક્ટરોની નિમણૂક થતા ઉત્તમ સેવાના કારણે ગરીબ દર્દીઓને સમયસર સારવાર મળી રહેતા આદિવાસી ઓને ઘરઆંગણે આરોગ્ય વિભાગના સેવાભાવી સ્ટાફની કામગીરી ઉડીને આંખે વળગે તેવી રહી છે.

    MORE
    GALLERIES

  • 55

    ડાંગ : 5 મહિનામાં પુરૂષ નસબંધીનાં 100 ઑપરેશન થયા, વસ્તી વિસ્ફોટને રોકવા કુટુંબ નિયોજન

    આ કેમ્પના સફળ બનાવવા સ્થાનિક ડોકટર અને આશાવર્કર બહેનો ખૂબ મહેનત કરી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડાંગ જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે જેને લઈને લોકો હવે વધુ સમજાદર બન્યા છે. જેના પરિણામે સરકારી યોજનાઓ ને સમજી સમાજ અને રાષ્ટ્રહિત માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.

    MORE
    GALLERIES