Home » photogallery » dang » ડાંગ : ખૌફનાક અકસ્માત થતા બચી ગયો, વિદ્યાર્થીઓની લકઝરી બસ પલટી - Photos

ડાંગ : ખૌફનાક અકસ્માત થતા બચી ગયો, વિદ્યાર્થીઓની લકઝરી બસ પલટી - Photos

Dang Accident : આહવા (Ahva) ચીંચલી માર્ગ ઉપર પાંડવા ફાટક પાસેના ઘાટમાર્ગમાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ માર્ગ સાઈડની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ પલટી મારી જતા બસમાં બેસેલ વિદ્યાર્થીઓની ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

विज्ञापन

  • 14

    ડાંગ : ખૌફનાક અકસ્માત થતા બચી ગયો, વિદ્યાર્થીઓની લકઝરી બસ પલટી - Photos

    કેતન પટેલ, ડાંગ : કોરોનાકાળમાં લોકડાઉન (Lockdown) ખતમ થયા બાદથી જનજીવન રાબેતા મુજબ શરૂ થયા બાદ ફરી રોડ અકસ્માત (Road Accident) ની ઘટનાઓની રમઝટ સામે આવી રહી છે. રોજે-રોડ રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતમાં લોકોના કમોતે મોત થઈ રહ્યા છે. આવી જ અકસ્માતની એક ઘટના ડાંગ વિસ્તારથી સામે આવી છે. જેમાં સુરતથી જૂદી જુદી કોલેજના સ્ટુડન્ટ્સને ડાંગ (Dang) જિલ્લામાં પ્રવાસે આવી રહ્યા તે સમયે વિદ્યાર્થીઓની લકઝરી બસ પાંડવ ગુફા તરફ જતાં માર્ગ ઉપર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીઓને આહવા સિવિલ (ahwa civil) માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 24

    ડાંગ : ખૌફનાક અકસ્માત થતા બચી ગયો, વિદ્યાર્થીઓની લકઝરી બસ પલટી - Photos

    મળતી માહિતી મુજબ સુરતથી એક ખાનગી બસમાં જુદી જુદી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિકેન્ડ પ્રવાસે ડાંગ જિલ્લાના ડોન પર્વત પર ટ્રેકિંગનો કાર્યક્રમ બનાવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 34

    ડાંગ : ખૌફનાક અકસ્માત થતા બચી ગયો, વિદ્યાર્થીઓની લકઝરી બસ પલટી - Photos

    સુરતથી લક્ઝરી બસ ન GJ 05 Z 8324માં શનિવારે સવારે નીકળ્યા હતા, તેઓ આહવા ચીંચલી માર્ગ ઉપર પાંડવા ફાટક પાસેના ઘાટમાર્ગમાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ માર્ગ સાઈડની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ પલટી મારી જતા બસમાં બેસેલ વિદ્યાર્થીઓની ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

    MORE
    GALLERIES

  • 44

    ડાંગ : ખૌફનાક અકસ્માત થતા બચી ગયો, વિદ્યાર્થીઓની લકઝરી બસ પલટી - Photos

    અકસ્માતની જાણ આસપાસના વિસ્તારોના ગામમાંથી લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘાયલ વિદ્યાર્થીઓ કે બસ માલિકે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અકસ્માતમાં વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી હતી, સદનશીબે જાનહાની ન થતા વિદ્યાર્થીઓના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

    MORE
    GALLERIES