Home » photogallery » dang » આહવાનો ચેતવણીરૂપ કિસ્સોઃ તિજોરી રીપેરિંગ કરવાના બહાને વેપારીના ઘરમાંથી ગઠિયાએ લાખોના દાગીનાની કરી ચોરી

આહવાનો ચેતવણીરૂપ કિસ્સોઃ તિજોરી રીપેરિંગ કરવાના બહાને વેપારીના ઘરમાંથી ગઠિયાએ લાખોના દાગીનાની કરી ચોરી

આહવામાં એક વયોવૃદ્ધ વેપારીનાં ઘરે તેની તિજોરી રીપેરિંગનાં બહાને ગઠિયાએ વૃદ્ધ વ્યક્તિની તિજોરીમાંથી રૂપિયા 2.5 લાખના દાગીનાની ચોરી કરી હતી.

  • 15

    આહવાનો ચેતવણીરૂપ કિસ્સોઃ તિજોરી રીપેરિંગ કરવાના બહાને વેપારીના ઘરમાંથી ગઠિયાએ લાખોના દાગીનાની કરી ચોરી

    કેતન પટેલ, બારડોલી, ડાંગ જિલ્લાનાં (Dang jilla) મુખ્યમથક આહવામાં (Aahwa) તિજોરી રીપેરિંગનાં બહાને ગઠિયાએ એક વયોવૃદ્ધ વ્યક્તિના ઘરેથી રૂપિયા 2.5 લાખનાં દાગીનાની ચોરી (Theft of jewelry) કરી હતી, જેથી આ વૃદ્ધે આહવા પોલીસ (Police Complaint) મથકે ફરિયાદ નોંધાવી છે.

    MORE
    GALLERIES

  • 25

    આહવાનો ચેતવણીરૂપ કિસ્સોઃ તિજોરી રીપેરિંગ કરવાના બહાને વેપારીના ઘરમાંથી ગઠિયાએ લાખોના દાગીનાની કરી ચોરી

    ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવામાં એક વયોવૃદ્ધ વેપારીનાં ઘરે તેની તિજોરી રીપેરિંગનાં બહાને ગઠિયાએ વૃદ્ધ વ્યક્તિની તિજોરીમાંથી રૂપિયા 2.5 લાખના દાગીનાની ચોરી કરી હતી. જેથી આ વૃદ્ધે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 35

    આહવાનો ચેતવણીરૂપ કિસ્સોઃ તિજોરી રીપેરિંગ કરવાના બહાને વેપારીના ઘરમાંથી ગઠિયાએ લાખોના દાગીનાની કરી ચોરી

    આ વૃદ્ધ વ્યક્તિની તિજોરીનું લોક ખરાબ થતા તેઓએ ઘર નજીકથી પસાર થતા ગઠિયાને તિજોરીનાં લોક રીપેરિંગ માટે બોલાવ્યો હતો. તિજોરી રીપેરિંગ માટે આવનારા ગઠિયાએ ઘરનાં વ્યક્તિઓને વિશ્વાસમાં લઇ આ તિજોરી લોક થઈ ગઇ છે, એમ જણાવી વૃદ્ધ વ્યક્તિને તેલ અને રૂ લેવા મોકલ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 45

    આહવાનો ચેતવણીરૂપ કિસ્સોઃ તિજોરી રીપેરિંગ કરવાના બહાને વેપારીના ઘરમાંથી ગઠિયાએ લાખોના દાગીનાની કરી ચોરી

    ત્યારબાદ ગઠિયાએ આ વૃદ્ધ વ્યક્તિને જણાવ્યું હતું કે, તિજોરી રીપેરિંગ થઈ ગઈ છે, પરંતું તિજોરી ઉપર ઓઇલ વગરે હોઈ તિજોરી ત્રણ કલાક પછી ખોલવા જણાવ્યું હતું. જો કે, તિજોરી નહિ ખુલતા વૃદ્ધે નજીકનાં એક વેલ્ડીંગવાળાને બોલાવ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 55

    આહવાનો ચેતવણીરૂપ કિસ્સોઃ તિજોરી રીપેરિંગ કરવાના બહાને વેપારીના ઘરમાંથી ગઠિયાએ લાખોના દાગીનાની કરી ચોરી

    ત્યારે ખબર પડી કે તિજોરીમાંથી તમામ સોનાની અને ચાંદીની કિંમતી વસ્તુઓ ગાયબ છે. તિજોરીમાંથી સોના,ચાંદી સહિત કુલ 2,57,435 રૂપિયાનો માલ ગાયબ થઈ જતા આ વૃદ્ધ વ્યક્તિએ આહવા પોલીસે ફરિયાદ નોંધાવી હતી. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES